________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે શ્રેષ્ઠી પુત્ર, આવું આચરણ કરવાથી જલોદર તો મટે જ, સમગ્ર વિરોગ ટળી જાય. તું જો આવું જીવન જીવવાનું મને વચન આપે તો હું આ રોગને દૂર કરવાનો પ્રયોગ શરૂ કરું.”
નાગદત્તે અહંદુત્તને કહ્યું : “વત્સ, અગ્નિમાં પ્રવેશ કરી મરી જવા કરતાં, આ પ્રમાણે કરવું સારું છે.”
અહંદુદત્તે કહ્યું: ‘અરે, આ તો મૃત્યુ કરતાંય વિશેષ છે! છતાં. હવે તમને ગમે તેમ કરીશ.”
વૈદ્ય કહ્યું : “શ્રેષ્ઠીપુત્ર, જો તમે મારા કહ્યા મુજબ કરવા તૈયાર થયા છો તો પછી મારી વૈદ્ય-શક્તિ જોજો. આ રોગથી તમને આજે જ મુક્ત કરીશ. પરંતુ નીરોગી થયા પછી, મારી વાતોનું પાલન કરવા મન દઢ રાખજો. મનને મોહમાં ફસાવા દેશો નહીં. છે અહિતકારી મિત્રોની વાતો સાંભળશો નહીં.
દુરાચારી લોકો સાથે દોસ્તી કરવી નહીં. છ નાશવંત એવાં વૈષયિક સુખો તરફ આકર્ષાવું નહીં.
જ મારી આજ્ઞાનું ક્યારેય ઉલ્લઘંન કરવું નહીં અને મને ક્યારેય પણ છોડવો નહીં... કહો, કબૂલ છે આ બધી વાતો?”
અહંદને કહ્યું : “હા, મને કબૂલ છે તમારી બધી વાતો... હવે મારા પર દયા કરી. આ ઘોર વેદનાથી બચાવી લો...”
શ્રેષ્ઠીપુત્ર, હવે માત્ર બે ઘટિકા પૈર્ય ધારણ કરો... મારો પ્રયોગ શરૂ કરું છું.'
ભીલવંધે પરિવાર પાસે અખંડ અક્ષત મંગાવ્યા. અને હવેલીના એક મોટા ખંડમાં અક્ષતનું માંડલું બનાવીને, મંત્રોચ્ચારથી તેને સ્થાપિત કર્યું. તે માંડલાની મધ્યમાં અદ્યત્તને બેસાડ્યો. પરિવારના લોકોને અને સ્નેહી-મિત્રોને આસપાસ બેસાડી દીધા. વૈદ્ય પોતાની ઝોળીમાંથી ઔષધિઓની અનેક ડબ્બીઓ કાઢી. એક નાનીસોનાની થાળી મંગાવી, તેમાં ઔષધોનું સંયોજન કરી, મંત્રોચ્ચાર કરતાં કરતાં, અહંદૂદત્તને આંષધ આપવા માંડ્યું. નવ પ્રકારનાં ઔષધ આપીને પછી તેણે મોટે સ્વરે કહ્યું : “શ્રેષ્ઠીપુત્રને સ્વચ્છ શ્વેત વસ્ત્રથી ઢાંકી દો.”
અદત્તને વસ્ત્રથી ઢાંકી દેવામાં આવ્યો. ત્યાર પછી વૈદ્ય દૈવી શક્તિને આહવાન કરવા માંડ્યું. સમગ્ર ખંડમાં સુગંધી ધૂપના ગોટેગોટા ફેલાવા લાગ્યા. ઘીના બે દીપકો પ્રગટાવવામાં આવ્યા...
અહંદત્ત ભયંકર આક્રંદ કરવા માંડ્યો. એના ઉપર ઢાંકેલું વસ્ત્ર ફગાવી દઈ તે CGC
ભાગ-૨ # ભવ છઠો
A
-
For Private And Personal Use Only