________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જમીન પર આળોટવા લાગ્યો. ત્યાર પછી તે હાથ-પગના સાંધા તોડવા લાગ્યો... જુદી જુદી રીતે અંગમરોડ કરી... કરુણ વિલાપ કરવા લાગ્યો...
ધીરે ધીરે... તે મૂચ્છિત થઈને જમીન પર સુઈ ગયો. વૈધે ઊભા થઈને.. અદત્ત ઉપર મંત્રોચ્ચાર કરતાં કરતાં અભિમંત્રિત પુષ્પ અને અક્ષત રાખવા
માંડ્યા..
થોડી જ વારમાં ખંડમાં ભયંકર દુગંધ ફેલાઈ ગઈ. કુમારના શરીરમાંથી.. એવી જ આકૃતિ... ઝાંખી ઝાંખી પ્રગટ થઈ અને આકાશમાં અદૃશ્ય થઈ ગઈ.. બીજી આકૃતિ પ્રગટ થઈ અને તે પણ આકાશમાં અદશ્ય થઈ ગઈ. વૈદ્યનું રૂપ ધીરે ધીરે ભયાનક થતું ગયું. તેણે ગર્જના કરવા માંડી – “હે રોગ-પિશાચો, હું તમને બધાને કાઢીને જ જંપીશ. તમારે આ શ્રેષ્ઠીપુત્રના શરીરમાંથી નીકળવું જ પડશે... નહીંતર તમને બાળીને ભસ્મ કરી દઈશ...”
એક પછી એક બીભત્સ રૂપવાળી આકૃતિઓ, અહંદત્તના શરીરમાંથી નીકળીને ઝડપથી આકાશમાં અદશ્ય થવા લાગી. કુલ ૧૦૮ મૂર્તિમંત રોગોને દૂર કર્યા. વૈદ્ય જમીન પર બેસી ગયો. તેણે આંખો બંધ કરી. ધીરે ધીરે ખંડમાંથી દુર્ગધ દૂર થઈ. સુગંધ ફેલાવા લાગી.
અહિંદૂદત્તે આંખો ખોલી. તે બેસી ગયો. વઘે તેને કહ્યું : “આકાશ તરફ જો તારા શરીરમાંથી નીકળેલા ૧૦૮ રોગોને તારી નજરે જો.'
અહંદુદત્તે એ ભયાનક આકૃતિવાળા મૂર્તિમંત ૧૦૮ રોગોને જોયા. એ ભયભીત થઈ ગયો.
પરિવારના લોકો, મિત્રો, નેહીઓ વગેરે વૈદ્યની આ દિવ્ય શક્તિ જોઈ, આશ્ચર્યચકિત થઈ ગયા. “આવો વૈદ્ય તો આપણે ક્યારેય જોયો નથી!” એમ પ્રશંસા કરવા લાગ્યા.
23
એક
જ
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only