________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪
ભીલવૈદ્યે કહ્યું : ‘હે મહાનુભાવ, પાપકર્મોના ઉદયથી આવેલા દુઃસહ વ્યાધિથી તને મેં મુક્ત કર્યો છે. તું નીરોગિતાનું આંશિક સુખ પામ્યો છે. તારી વેદના દૂર થઈ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે તારે એવો ભવ્ય ધર્મપુરુષાર્થ કરવાનો છે કે તારાં સર્વે પાપકર્મ નાશ પામે. પાપકર્મ નાશ પામશે એટલે જન્મ-જરા અને મૃત્યુની વેદનાઓથી તું સર્વથા મુક્ત થઈશ. પછી તને કોઈ જ દુઃખ નહીં રહે, તને શાશ્વત અવિનાશી સુખ પ્રાપ્ત થશે.
હે ભદ્ર, મને પણ તારી જેમ વ્યાધિ થયો હતો. તેમાંથી મુક્ત થયો... પરંતુ પછીથી મારે પાપકર્મોનો નાશ કરવા જે શ્રેષ્ઠ ઉપાય કરવો જોઈએ તે હું ના કરી શક્યો, કારણ કે દીક્ષા લેવા ઉત્તમ કુળમાં જન્મ લેવો પડે. મારો જન્મ ભીલકુળમાં થયેલો છે. માટે મેં આ વ્યવસાય અપનાવ્યો છે.
હે વત્સ, તારો જન્મ ઉત્તમ કુળમાં થયેલો છે માટે ઉત્તમ ઉપાય કરી શકે છે. દીક્ષા લઇને સર્વે પાપકર્મોનો નાશ કરી શકે છે. અને દીક્ષા ના લેવી હોય તો મારી જેમ ખભે ઝોળી લટકાવીને પરોપકાર કરવા નીકળી પડ.'
સ્વજનોએ પૂછ્યું : ‘વૈદ્યરાજ, ઉત્તમ ઉપાય દીક્ષાનો આપે કહ્યો, તાં દીક્ષા ક્યાં લેવી?’
વૈઘે કહ્યું : ‘જિનશાસનમાં દીક્ષા લેવી. દીક્ષા લઈને સારી રીતે જ પાલન કરે, તેને પછી આવો વ્યાધિ થતો નથી. સમગ્ર વ્યાધિ ચાલ્યો જાય છે.'
સ્વજનોએ અર્ધદૂદત્તને કહ્યું : ‘અરે અહંદૂત્ત, તારા ભાઈએ પણ દીક્ષા લીધી હતી. તું પણ દીક્ષા જ ગ્રહણ કર.'
con
એ જ સમયે કૌશાંબીનગરીમાં જિનશાસનના એક મુનિરાજ પધાર્યા. વૈદ્યને જાણ થઈ. તેમણે અર્હદત્તને કહ્યું : ‘હે ભદ્ર, તારા ભાગ્યના ઉદયથી, જિનમતના એક મુનિરાજ આજે જ નગરીમાં પધાર્યા છે. તું એમની પાસે જા અને દીક્ષા અંગીકાર કર.'
અર્હદત્તની ઈચ્છા દીક્ષા સ્વીકારવાની હતી જ નહીં. પરંતુ વૈદ્ય એને છોડે એમ ન હતો. વળી, એ વચનબદ્ધ થયો હતો. એ દીક્ષા લે તો જ એનો રોગ દૂર કરવા વૈદ્ય તૈયાર થયો હતો... એણે કબૂલ કર્યું હતું કે ‘હું દીક્ષા લઈશ!’
For Private And Personal Use Only
ભાગ-૨ ભવ છઠ્ઠો