________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અદ્દત વિચારવા લાગ્યો : “આ વૈદ્ય ઔષધોપચારના પૈસા કેમ નહીં લેતા હોય? એણે પૈસા લઈને દર્દીને છોડી દેવો જોઈએ. શા માટે આ દીક્ષા લેવાનો આગ્રહ રાખે છે? મને દીક્ષા અપાવવા કેમ આટલી ઉતાવળ કરે છે? અને દુર્ભાગ્યથી મુનિ પણ આજે નગરમાં આવી ગયા. થોડા દિવસો પછી આવ્યા હોત તો હું એટલા દિવસ તો પનીઓ સાથે વૈષયિક સુખો ભોગવી શકત ને? ના, ના, આ વૈદ્ય મારી છાતી પર જ રહેત. એ મને સાધુ બનાવ્યા વિના જાત જ નહીં અને સાધુ ન બને ત્યાં સુધી એ મને સંસારનાં રંગરાગ ન જ કરવા દે. ભોગસુખ ન જ ભોગવવા દે. મારે દિક્ષા લેવી જ પડશે.'
અહંદૂદત્ત એની ચાર પત્નીઓ પાસે ગયો. તેણે પત્નીઓને કહ્યું : “હે પ્રિયાઓ, ભલે હું દીક્ષા લઈશ, પરંતુ ક્ષણ વાર પણ હું તમને ભૂલી શકીશ નહીં. મારું મન તો તમારી પાસે જ રહેશે. શું કરું? આ વૈદ્ય મને દીક્ષા અપાવીને જ જશે...'
“હે સ્વામીનાથ, વૈદ્યરાજે તો કેવો મોટો ઉપકાર કર્યો છે આપણા પર? ૧૦૮ વ્યાધિઓને તમારા શરીરમાંથી દૂર કરી તમને વેદના-મુક્ત કર્યા છે. તમે તો અગ્નિપ્રવેશ કરવા તૈયાર થઈ ગયા હતા આ વૈદ્યરાજ ના આવ્યો હતો તો અમારું સૌભાગ્ય નંદવાઈ જાત.. આ તો તમે દીક્ષા લઈ તમારું આત્મકલ્યાણ કરશો. અમારું સૌભાગ્ય અખંડ રહેશે. માટે તમે અમારો મોહ ત્યજી દઈ, જિનશાસનમાં દીક્ષા લઈ લો...” “શું તમને હવે મારા પર પ્રેમ નથી રહ્યો?”
અમને આપના પર સંપૂર્ણ પ્રેમ છે. અમે ચાહીએ છીએ કે આપ હંમેશા નીરોગી રહો. દીક્ષા લઈને આપનીરોગી રહેવાના. જો દીક્ષા ના લો તો પુનઃ એ ૧૦૮ વ્યાધિ આપનામાં પ્રવેશ કરી દે.'
ના, ના, એ ભયંકર રોગો ક્યારેય પણ મારા શરીરમાં પેદા ના થવા જોઈએ. ના કરતાં મરી જવું સારું.'
તો આપે વૈદ્યરાજનું કહેવું માનવું જ જોઈએ, હમેશાં એ કહે એ પ્રમાણે જ કરવું પડશે. એ તમારા જીવનદાતા છે. જીવનરક્ષક છે. એમના પ્રત્યે ખૂબ આદરભાવ રાખજો.”
અહદત્તની આંખોમાં આંસુ આવી ગયાં. ચારે પત્નીઓને ચિંતા થઈ આવી. સૌથી મોટી પત્ની શીતલે કહ્યું :
સ્વામીનાથ, રડો નહીં, વિલંબ ન કરો.. શીધ્ર મુનિરાજ પાસે પહોંચી જવું જોઈએ.”
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only