________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્યદેવે વૈરાગ્યનાં કારણભૂત પોતાનું જીવનવૃત્ત કહેવાનો પ્રારંભ કર્યો : ‘કુમાર, આ ભારતમાં શ્વેત્તાંબી નગરી છે, એના રાજા છે યશોવર્મા. એમનો હું પુત્ર છું. મારું નામ સનત્કુમાર. મારાં માતા-પિતાનો હું લાડકવાયો હતો. મારા પિતા મને ખૂબ ચાહતા. મારામાં રહેલી દયા, કરુણા અને પરોપકારવૃત્તિ તેમને ખૂબ ગમતી. તેઓ મારી પ્રત્યેક ઇચ્છા પૂર્ણ કરતા. કારણ કે હંમેશા મારી ઇચ્છાઓ પરોપકારની જ રહેતી.
એક દિવસની વાત છે.
હું અશ્વારૂઢ બની, નગરની બહાર ફરવા માટે ગયો હતો. ફરીને હું પાછો ફરતો હતો ત્યારે રાજપુરુષો કેટલાક ચોરોને પકડીને વધસ્થાને લઈ જતા હતા. એ ચોરોએ મને જોયો. તેઓ મારી દયાવૃત્તિ જાણતા હતા. હું એમની નજીક પહોંચ્યો, ચોરોએ આંખોમાં આંસુ સાથે આર્દ્રસ્વરે મને કહ્યું : ‘હે દયાળુ મહારાજ કુમાર, અમે તમારા શરણે છીએ... અમારી રક્ષા કરો.’
મેં ચોરોની આજીજી સાંભળી. પછી રાજપુરુષો સામે જોયું. રાજપુરુષોએ કહ્યું : ‘મહારાજકુમાર, આ ચોર છે. એમણે મોટો અપરાધ કરેલો છે. મહારાજાએ તેમનો વધ ક૨વાની આજ્ઞા કરી છે, એટલે અમે આ લોકોને વધસ્થાને લઈ જઈએ છીએ.’
હું વિચારમાં પડી ગયો. ‘પિતાજીએ વધ કરવાની આજ્ઞા કરી છે આ ચોરો માટે... અને આ ચોરો મારા શરણે આવ્યા છે? શરણે આવેલાની રક્ષા કરવી, એ મારી પ્રતિજ્ઞા છે... હવે હું શું કરું? હું આ જીવોને અભયદાન આપું, પછી પિતાજીને હું સમજાવી દઇશ. પિતાજીનો મારા ઉપર અગાધ સ્નેહ છે. તેઓ મારા પર નારાજ નહીં થાય...’
મેં રાજપુરુષોને કહ્યું : ‘તમે જેમને વધ ક૨વા લઈ જાવ છો, તેઓ મારા શરણે . આવેલા છે. હું તેમને અભયદાન આપું છું. તમે આ લોકોને છોડી દો...’
રાજપુરુષોએ કહ્યું : ‘હે પરોપકારી, આમને છોડી મૂકવાથી મહારાજા અમારા પર રોષે ભરાશે અને પ્રજાજનો પણ નારાજ થશે. હે મહારાજકુમાર, આ ચોરો ઉપર પ્રજાજનો પણ ક્રોધે ભરાયેલા છે.'
મેં કહ્યું : ‘તમે ચિંતા ના કરો. મહારાજાને તમે કહેજો કે ‘સનત્કુમારના કહેવાથી અમે ચોરોને છોડી દીધા છે... તમને ઠપકો નહીં મળે. હું મહારાજા સાથે વાત કરી લઈશ. પ્રજાજનોને પણ હું સમજાવીશ. જીવવધ બહુ મોટું પાપ છે...'
મેં ચોરોને મુક્ત કરી દીધા,
રાજપુરુષો મારા પિતાજી પાસે ગયા. પિતાજીને બધી વાત કરી. પિતાજી વિચારમાં પડી ગયા. તેઓ મને નારાજ કરવા રાજી ન હતા, તેવી રીતે ચોરોને છોડી મૂકવા પણ તૈયાર ન હતા. તેમણે મારી સાથે ચોરી અંગે કોઈ વાત જ ના કરી. જાણે કંઈ બન્યું જ નથી, એ રીતે મારી સાથે વ્યવહાર રાખ્યો.
૩૮૨
ભાગ-૨ * ભવ પાંચમો
For Private And Personal Use Only