________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજા દિવસે સવારે કોટવાલને મંત્રણાગૃહમાં બોલાવીને સૂચના આપી : ‘કુમારને ખબર ના પડે એ રીતે એ ચોરોનો વધ કરી દો. પછી પ્રજાજનોને, કે જેમણે આ ચોરો અંગે ફરિયાદ કરી હતી, તેમને જાણ કરી દેજો... સાવધાની એક જ રાખવાની સનકુમારને ખબર ના પડવી જોઈએ.'
કોટવાલે કહ્યું : “મહારાજા, આપ નિશ્ચિંત રહો, આપની આજ્ઞાનું પાલન કરીને, હું આપને નિવેદન કરું છું.” કોટવાલે મહારાજાની આજ્ઞાનું પાલન કર્યું. ચોરને પુનઃ પકડી લીધા અને તેમનો વધ પણ કરી દીધો.
મને સમાચાર મળ્યા કે “જેમને મેં અભયદાન આપ્યું હતું, તેમને પિતાજીએ મારી નખાવ્યા છે... મારું મન ઉદ્વેગથી ભરાઈ ગયું... મારા મનમાં પિતાજી પ્રત્યે જે પ્રેમ હતો, આદર હતો... તે નષ્ટ થઈ ગયો. મારું મન રોષથી ભરાઈ ગયું. હું પિતાજી પાસે ગયો. મેં તેઓને કહ્યું : 'મારે તમારા રાજ્યમાં રહેવું નથી. હું આજે જ ચાલ્યો જાઉં છું.'
પિતાજીએ કહ્યું : “પણ શા માટે?
“પિતાજી, આપ કારણ જાણો છો, છતાં મને પૂછો છો? શું આપ નહોતા જાણતા કે મેં પેલા ચોરોને અભયદાન આપ્યું હતું? શું કોટવાલે આપને વાત નહોતી કરી? છતાં આપે ગુપ્ત રીતે એ ચોરોને મારી નખાવ્યા... આપે અનુચિત કર્યું છે... પિતાજી...”
વત્સ, તારી વાત સાચી છે, મેં એ ચોરોનો વધ કરાવી દીધો છે. પરંતુ એ સિવાય બીજો કોઈ માર્ગ ન હતો. એ દુષ્ટોએ ઘણા સમયથી નગરમાં આતંક ફેલાવી દીધો હતો...”
તો એમને કારાવાસમાં પૂરી શકાત...' દંડનીતિ મુજબ એમને વધની જ સજા થતી હતી.' એવી દંડનીતિ બદલી શકાય છે...”
જો આવી કડક દંડનીતિ ના હોય તો દુષ્ટો અને દુર્જનોથી સજ્જનોની રક્ષા ના થઈ શકે.”
‘સજ્જનોની રક્ષા આ રીતે કરવી, મને પસંદ નથી... મને કોઈ પણ પ્રકારની જીવહિંસા ગમતી નથી, માટે હું અહીં રહી શકે એમ નથી...”
હું ત્યાંથી પગલું ઉપાડતો હતો ત્યાં મારાં માતા આવી પહોંચ્યાં. તેમણે મારો માર્ગ રોક્યો. મને કહ્યું : “વત્સ, તારા પિતાજીને જે કરવું હોય તે કરવા દે.. તું શા માટે વચ્ચે આવે છે?'
નથી આવવું એમની રાજનીતિની વાતોમાં, માટે જ હું અહીંથી દૂર ચાલ્યો જવા ઇચ્છું છું. પછી આપને જેમ ઠીક લાગે તેમ કરજો..”
શ્રી સમરાદિત્ય મહાકથા
63
For Private And Personal Use Only