________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મારા પિતાજીએ કહ્યું : ‘વત્સ, જો તારી ઇચ્છા મનુષ્યવધની સજા નહીં ક૨વાની છે, તો આપણે નહીં કરીએ, પરંતુ તું ચાલ્યા જવાની વાત ના કર. વત્સ, તારા ઉપર મારો અગાધ સ્નેહ છે, તારી માતાનો પણ અપાર પ્રેમ છે...’
‘પિતાજી, જો આપનો મારા ઉપર અગાધ સ્નેહ હોત, તો આપ મારા શરણે આવેલા મનુષ્યોનો વધ ના કરાવત. મને અજાણ રાખીને આપ આવું અકાર્ય ના કરત. હવે આપ સ્નેહ અને પ્રેમની વાત ન કરો.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મને રોકવા માટે પિતાજીએ ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ મારું મન અત્યંત વ્યથિત હતું, હું રાજમહેલમાંથી નીકળી ગયો. જ્યારે હું નગરના દ્વારે પહોંચ્યો ત્યારે મારો અંતરંગ મિત્ર વસુભૂતિ મળ્યો. એણે મારો હાથ પકડીને પૂછ્યું : ‘કુમાર, તું અશાન્ત અને ઉદ્વિગ્ન દેખાય છે... આમ એકલો કઈ બાજુ જાય છે?’
જ્યાં ભાગ્ય લઈ જાય ત્યાં...’
‘ભાગ્ય અહીં જ રાખવા માગતું હોય તો?’
‘તો પિતાજી, મારી પવિત્ર ઇચ્છાને કચરી ના નાખત... માટે વસુ, તું મારો હાથ છોડ, મને જવા દે....
‘જે બનવાનું હતું તે બની ગયું... એનો ખેદ ના કર, ભવિષ્યમાં એવું નહીં 447...'
‘મારું મન નથી માનતું... અહીંના રાજાને અને અહીંની પ્રજાને મનુષ્યવધ ગમે છે... એ રોક્યા રોકાય એમ નથી. અને આવા નગરમાં હું રહી શકું નહીં...'
‘તું ના રહી શકે તો હું પણ ના રહી શકું... હું તારા વિના ના રહી શકું...' 'વસુ, મારી ખાતર તારે તારાં માતા-પિતા... વગેરેનો ત્યાગ કરવાની જરૂર નથી...”
‘હજુ વિચાર્યું નથી.'
‘તો હવે વિચારી લઈએ...’
'તને ભલે જરૂ૨ ના લાગે, મને જરૂર લાગે છે. તું અહીં જ ઊભો રહે. હું બે અશ્વ લઈને આવું છું.'
વસુભૂતિ બે અશ્વ લઈ આવી ગયો. અમે બંને અશ્વારૂઢ બનીને ચાલ્યા. વસુભૂતિએ મને પૂછ્યું : ‘મિત્ર, આપણે કઈ દિશામાં... કયા સ્થાને જવું છે?'
‘તું જ કહે ક્યાં જવું જોઈએ?’
‘તને તે રાજ્યમાં ને તે પ્રદેશમાં ગમશે... કે જ્યાં જીવહિંસા ના થતી હોય!'
‘તારી વાત સંપૂર્ણ સાચી છે...'
‘એવું એક રાજ્ય છે! જેને હું જાણું છું!' ‘કયું રાજ્ય છે?’
१८४
For Private And Personal Use Only
ભાગ-૨ ૪ ભવ પાંચમો