________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તામ્રલિપ્તીનું?' મહારાજા ઇશાનચંદ્રનું? હા, એ જ. એ રાજા અહિંસક છે, પ્રજા અહિંસક છે અને ધર્મ અહિંસાનો છે!'
બહુ સરસ, આપણે તામ્રલિપ્તી જઈએ! મહારાજા ઇશાનચંદ્ર, આમેય પિતાજીના મિત્રરાજા છે... મને ઓળખે પણ છે. આપણા જવાથી તેઓ રાજી થશે...'
અમે બંને તામ્રલિપ્તી તરફ ચાલ્યા. માર્ગમાં વસુભૂતિએ મને પૂછયું : “કુમાર, એક વાત તને પૂછું... તું મારા પર નારાજ ના થઈશ.”
પુછે!” મિત્ર, શું અપરાધીની હિંસા કરવી એ પાપ છે? ગૃહસ્થ જીવનમાં આવી હિંસા અનિવાર્ય નથી?”
વસુ, હિંસા એટલે હિંસા, હિંસા પાપ જ છે. અપરાધી હો કે નિરપરાધી... માણસ ભયથી હિંસા કરે છે, ક્ષમાના અભાવમાં હિંસા કરે છે..”
નિરપરાધી જીવોની રક્ષા માટે હિંસા કરવી પડે તો?” ‘ત્યાં ભાવ રક્ષાનો છે, હિંસાનો નથી. કર્મબંધ ભાવની અપેક્ષાએ થાય છે. ક્રિયા ગૌણ બની જાય છે. આપણો ભાવ તો સર્વ જીવો પ્રત્યે મૈત્રીનો જ જોઈએ. કોઈ વને શત્રુ માનવાનો નથી..” જે મનુષ્ય આપણને શત્રુ માનતો હોય, તેને મિત્ર કેવી રીતે માની શકાય?'
માની શકાય, બીજો મનુષ્ય ભલે શત્રુ માને આપણને, આપણે એને શત્રુ માનવાની જરૂર નથી. આપણે મૈત્રીભાવ ઉપર શ્રદ્ધા રાખવાની. પેલો મને શત્રુ માને છે, માટે હું એને શત્રુ માનું - “આવી ભૂલ કરવાની નથી. શત્રતાની કલ્પના વિકાર છે. મિત્રતાની ભાવના આત્માની સ્વસ્થતા છે.'
વસુભૂતિ મૌન થઈ ગયો. અમારા બંનેના અશ્વ સાથે સાથે ચાલી રહ્યા હતા. વસુભૂતિ મારો બાલ્યકાળનો મિત્ર હતો. મને એના પર, એને મારા પર પ્રગાઢ પ્રેમ સ્નેહ હતો. એને મારી પરોપકારવૃત્તિ ગમતી હતી. મારા પરોપકારનાં કાર્યોમાં એ મારો સાથી રહેતો હતો.
વસુભૂતિએ મૌન તોડ્યું. “કુમાર, આપણે તાપ્રલિપ્તીમાં જઈને શું કરીશું?' “ત્યાં ગયા પછી, મહારાજ આપણા સાથે કેવો વ્યવહાર રાખે છે.... કેવો સ્નેહ પ્રદર્શિત કરે છે... એ બધું વિચારીને પછી નક્કી કરીશું... કે આપણે ત્યાં શું કરવું!”
અમે માર્ગમાં યોગ્ય સ્થળે રાત્રિવિસામો કરતા હતા. દિવસે યાત્રા ચાલુ રાખતા હતા. વૃક્ષોનાં ફળ અને ઝરણાનું પાણી – અમને મળી રહેતાં. એક દિવસે સંધ્યા સમયે અને તામ્રલિપ્તી પહોંચ્યા.
જ એક ક્ષ શ્રી સમરાદિત્ય મહાકથા
૮૫
For Private And Personal Use Only