________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમે રાત્રિ તામ્રલિપ્તીના બાહ્ય ઉદ્યાનમાં પસાર કરી. પ્રભાતે નગરમાં પ્રવેશ કર્યો. અલબત્ત મેં મહારાજા ઇશાનચંદ્રને અમારા આગમનના સમાચાર મોકલી આપ્યા હતા, એટલે સ્વયં મહારાજા મને લેવા માટે સામે આવ્યા! તેઓ મને ભેટી પડ્યા... અશ્વો નોકરોને સોંપી દઇ, મહારાજાની સાથે રથમાં બેસીને અમે રાજમહેલમાં આવ્યા.
સ્નાન-ભોજનાદિથી નિવૃત્ત થઈ, હું મહારાજાની પાસે બેઠો. વસુભૂતિ, અમને આપવામાં આવેલા ‘કુમારવાસ ભવનમાં ગયો. મહારાજ મને આગમનનું પ્રયોજન પૂછે, એ પૂર્વે મેં જ શ્વેતામ્બીનગરમાં બનેલી ચોરોના વધની ઘટના કહી સંભળાવી. કાકંદના ત્યાગનું અને તામ્રલિપ્તીમાં આવવાનું પ્રયોજન મહારાજા સમજી ગયા. તેઓએ મારા માથે હાથ મૂકીને, નેહભર્યા શબ્દોમાં મને કહ્યું : “વત્સ, આ રાજ્ય પણ તારું જ છે, એમ સમજજે. અહીં તું નિઃશંકપણે રહેજે. કોઈ પણ વાતે સંકોચ ના રાખીશ.”
ત્યાર બાદ રાજ્યના ભંડારીને બોલાવીને મારી સામે જ આજ્ઞા કરી : “આ રાજપુત્ર જયકુમાર છે. એ જેટલું ધન માગે તેટલું તમારે આપવું.”
મહામંત્રીને બોલાવીને કહ્યું : “આ શ્વેતામ્બીના મહારાજા યશોવર્માનો રાજકુમાર છે. એનું નામ છે સનકુમાર. અત્યંત કરુણાવંત અને પરોપકારી છે. જીવદયા. અહિંસા.. આ એનો પ્રાણાધિક ધર્મ છે. એને મેં અહીં રહેવા માટે આગ્રહ કર્યો છે. તમે એને મારો જ રાજકુમાર માનીને, એની સાથે વ્યવહાર કરજો.”
મહામંત્રીને વિદાય આપી, મહારાજાએ મને પૂછ્યું : ‘કુમાર, જો તારી ઈચ્છા હોય તો આ રાજ્યમાં હું તને જે ગમે તે પદ આપું. મંત્રીમંડળમાં તને મંત્રી બનાવું.. અથવા સેનાનો અધિનાયક બનાવું... અથવા ન્યાયાધિકારી બનાવું. કહે, તારી શી ઇચ્છા છે?’ ' કહ્યું : “મહારાજા, આપે મને અભુત વાત્સલ્ય આપ્યું છે..... પ્રેમ અને સ્નેહ આપ્યો છે... હવે મારે બીજું કંઇ ના જોઇએ. હા, મારા યોગ્ય જે કોઈ કાર્ય હોય, મને બતાવજો, હું કરીશ. મારો મિત્ર વસુભૂતિ પણ કરશે.”
“વત્સ, તમે બંને મિત્રો આનંદથી રહો. કામ કરનારા અનેક પુરુષો અહીં છે... બસ, દિવસમાં એક વાર મને મળી જજે. તને જોઈને મને અતિ હર્ષ થાય છે.'
અમને આપવામાં આવેલો કુમારવાસ, નાનકડો સુંદર મહેલ જ હતો. એના નાના-મોટા નવ ખંડ હતા. દરેક ખંડને નવ પ્રકારનાં રંગોથી સુશોભિત કરવામાં આવ્યા હતા. શ્વેત પથ્થરના સ્તંભો ઉપર મનમોહક કોતરણી કરવામાં આવી હતી.
ભાગ-૨ ( ભવ પાંચમો
For Private And Personal Use Only