________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમે અગ્નિને પ્રદક્ષિણા આપી. ત્યાર પછી તપસ્વિનીનાં ચરણે પ્રણામ કર્યા અમારા મસ્તકે હાથ મૂકી, તેમણે અમને હિતશિક્ષા આપી :
કુમાર, વિલાસવતી તેમને સોંપી છે. એ તમને મન-વચન અને કાયાથી ચાહે છે. તમારા સિવાય એણે બીજા કોઈ પુરુષને ચાહ્યો નથી અને ચાહવાની પણ નથી. એ પતિવ્રતા... શીલવતી કન્યા છે. હે રાજકુમાર, જીવો બધા જ કાર્માધીન હોય છે, એટલે દરેકની નાની-મોટી ભૂલો થાય છે. જ્ઞાની પુરુષો ભૂલ કરનારને ક્ષમા આપે છે. વિલાસવતી હજુ મુગ્ધા છે. એની કોઈ ભૂલ થાય તો તમે ક્ષમા આપજો, ભગવંત કુલપતિના મુખે મેં જાણ્યું છે કે તમારા હૃદયમાં સિવાય વિલાસવતી, બીજી કોઈ સ્ત્રી નથી. તમે શ્રેષ્ઠ સદાચારી પુરુષ છો.
કુમાર, વિલાસવતી શ્રેષ્ઠ રૂપસુંદરી છે. રૂપવતી સ્ત્રીની હમેશાં રક્ષા કરવી જોઈએ. તમે પરાક્રમી છો, શક્તિશાળી છો, એટલે હું નિશ્ચિત છું. તમે એની રક્ષા કરી શકવાના છો. છતાંય આ સંસાર છે. આ સંસારમાં કર્મવશ જીવો, ના કરવાનાં કામ કરતા હોય છે. એમાંય તમે પરદેશમાં છો. તમારા વતનથી તમે ઘણાં દૂર છે. તમારી યાત્રા ઘણી લાંબી છે. તમારે ખૂબ સાવધાન રહેવાનું છે.
કુમાર, આ વિલાસવતી.. આ આશ્રમની કન્યા છે. એના પ્રત્યે આશ્રમના ભગવંત કુલપતિથી માંડીને એક-એક તાપસકન્યાને સદૂભાવ છે. આશ્રમનાં પશુપક્ષીઓ પણ તેને ચાહે છે. આશ્રમનાં એક એક વૃક્ષ સાથે એને પ્રેમ થયેલો છે. માટે,
જ્યાં સુધી ભગવંત કુલપતિ પધારે નહીં, ત્યાં સુધી તમારે આશ્રમ છોડીને જવાનું નથી.' ભગવતી તપસ્વિનીનો કંઠ ભરાઈ આવ્યો. વિલાસવતી એમના ઉસંગમાં બેસી ગઈ.
મેં કહ્યું : “ભગવતી, એક માતાથી પણ અધિક વાત્સલ્ય આપે અમારાં પર વરસાવ્યું છે. આ આશ્રમમાં જીવનપર્યત રહેવું પડે તો પણ રહેવું ગમે તેવું આહ્લાદક વાતાવરણ છે. સર્વત્ર પ્રેમ અને પ્રસન્નતા છે.... અદ્દભુત છેઅહીંની દુનિયા! અને અમારું કેવું ભાગ્ય? અમારો સંયોગ આવી પવિત્ર ભૂમિ પર થયો. આપના જેવી તપસ્વિની માતાએ અમને લગ્નગ્રંથિથી જોડી આપ્યાં. આપ જીવનપર્યત અમારો આરાધ્ય રહેશો. અમે અહીં રહીશું. આપની આજ્ઞા મુજબ રહીશું. અમે ખૂબ આનંદિત છીએ...”
હવે તમારે બંનેએ, તપોવનની પાસેના “સુંદરવનમાં જવાનું છે, અને ત્યાં જ રાત્રિ પસાર કરવાની છે.” તપસ્વિની પોતાનું કમંડળ લઈ કુટિર તરફ ચાલ્યા ગયાં.
- એક રોક ફ
989
ભાગ-૨ # ભવ પાંચમો
For Private And Personal Use Only