________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘હે રાજકુમાર, અમે આશ્રમવાસી ફળાહારી છીએ અને વલ્કલધારી છીએ. અમે તમા૨ો અતિથિસત્કાર... આ ફળોથી કરીએ છીએ. પહેલાં ભોજન કરી લો...'
મેં અને વિલાસવીએ ફળાહાર કર્યો. પાણી પીધું, તપસ્વિની અમારી પાસે જ બેઠી હતી. તેણે કહ્યું : 'હે રાજકુમાર, આ કન્યા મને મારા જીવનથી પણ વધારે વહાલી છે. ભાગ્યે મને મેળવી આપી છે. એક વખત સમુદ્રમાંથી અને બીજી વખત ઉપવનમાંથી...! આ વિલાસવતી છે. એ મનથી તમને વરી ચૂકી છે...' બોલતાં બોલતાં એ તપસ્વિની રડી પડી... તેણે વસ્ત્રથી પોતાનું મુખ ઢાંકી દીધું.
મેં કહ્યું : ‘હે ભગવતી તપસ્વીની, તમે આ શું કરી રહ્યાં છો? તમે તો સંસાર સ્વરૂપને જાણો છે. આ સંસાર જ એવો છે. કે જ્યાં સંયોગ અને વિયોગ થયા કરતા હોય છે. આપ સ્વસ્થ થાઓ.’
વિલાસવર્તીએ ઊભાં થઈ, તપસ્વિનીને પાણી આપ્યું. તેણીએ પાણીથી પોતાનું મુખ ધોઈ નાખ્યું, વસ્ત્રથી લૂછી નાખ્યું. તેણે કહ્યું :
‘રાજકુમાર, હું વૈરાગણ છું, તપસ્વિની છું... જાણું છું... છતાં આ કન્યા જ્યારથી આશ્રમમાં આવી છે... મારું મન એની સાથે બંધાઈ ગયું છે... મને સમજાતું નથી... મને કેમ આટલો બધો સ્નેહ થયો છે? અમારે સંસારી મનુષ્યો સાથે કોઈ જ પ્રકારનો સ્નેહસંબંધ બાંધવાનો હોતો નથી અને ખરેખર આ તાપસ જીવનમાં સિવાય આ વિલાસવતી, કોઈ જ સંસારીજન પ્રત્યે મારા મનમાં સ્નેહ પ્રગટ્યો નથી. એવું પણ નથી કે મારે એને તાપસી-શિષ્ય બનાવવી છે... એ તો બનવા ઈચ્છતી હતી તાપસી, પરંતુ અમારા કુલપતિએ એનું ભવિષ્ય જોઈને કહેલું કે ‘આ કન્યા હજુ સંસારનાં વૈયિક સુખો ભોગવવાની છે.’ એટલે એને તાપસી-દીક્ષા ના આપી.
કુમાર, હું વૈરાગી હોવા છતાં રાગી બની છું... માટે હું રડી પડી. રાગ રડાવે છે. રાગ હસાવે છે. રાગ જ આ દુનિયામાં બંધન છે. જાણતાં-અજાણતાં હું એ બંધનમાં બંધાઈ ગઈ છું... અમારો સંબંધ માતા-પુત્રીનો બની ગયો છે... એટલે એક માતા તરીકે જે કર્તવ્યો હોય તે મારે કરવાનાં છે. વિધિપૂર્વક મારી આ પુત્રી તમને
આપીશ...'
તાપસી, મને અને વિલાસવતીને હવન-મંડપમાં લઈ ગઈ.
બે તાપસકન્યાઓએ વિલાસવતીને ભગવા રંગનું વસ્ત્ર પહેરાવ્યું. એના ગળામાં સુગંધી પુષ્પોની ગૂંથેલી માળા આરોપી. બે બાહુ પર પુષ્પગુચ્છ બાંધ્યાં. કેશ-જટા ૫૨ પણ શ્વેત પુષ્પોની માળા વીંટાળી. તેના પગની પાની લાલ રંગથી રંગી નાખી.
તપસ્વિનીએ હવનકુંડમાં કાષ્ઠ નાખી, એમાં ઘીની આહુતિ આપી, અગ્નિ પ્રગટાવ્યો. ત્યાર પછી તેણે પોતાની પૂર્વાવસ્થાનાં જે આભૂષણો હતાં, તે વિલાસવતીને પહેરાવ્યાં. ‘હવે તમારે આ અગ્નિની ચારે બાજુ ફેરા ફરવાના છે. આ પવિત્ર અગ્નિની સાક્ષીએ કે કુમાર, તમને હું મારી પુત્રી સમર્પિત કરું છું.’
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૭૪૫