________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોભાશો નહીં... મારો સથવારો ઘડી વાર પણ છોડશો નહીં. જો તમે એકલાં પડી જશો તો આફતમાં ફસાઈ જશો.
તમને માર્ગમાં અગ્નિ દેખાય, આગની જવાળાઓ નીકળતી દેખાય તો તમે તરત જ એ આગને બુઝાવી નાખજો. નહીંતર એ આગ પ્રચંડ બનીને, તમને જ બાળશે.
તમે આગળ ચાલશો એટલે એક પર્વત દેખાશે. ઊંચો છે એ પર્વત. આપણે એ પર્વતને સાવધાનીથી ઓળંગવાનો છે. જો એ પર્વતને ના ઓળંગીએ તો ચોક્કસ મરવું પડે.
પર્વત ઓળંગીને, આગળ વધીશું એટલે માર્ગની બાજુમાં ઊંડી ખીણ દેખાશે. એ ખીણમાં વાંસનું વન છે. તમે એ ખીણમાં ડોકિયું પણ ના કરશો. જો કુતૂહલથી પણ જોવા ગયા... તો આપત્તિમાં ફસાઈ જશો.
ત્યાંથી થોડા આગળ વધશો એટલે એક ખાડો દેખાશે, અને ખાડાની પાસે એક બ્રાહાણ બેઠેલો દેખાશે. તમે એ ખાડા પાસે પહોંચશો એટલે તમને તે વિનયપૂર્વક વિનંતી કરશે : “અરે વેપારીઓ, આ ખાડો થોડો પૂરતા જાઓ.... પછી આગળ વધો.” પરંતુ તમારે એની વાત સાંભળવી નહીં. એની ઉપેક્ષા કરી, આગળ વધવું. એ ખાડો પૂરવો નહીં.
ત્યાંથી તમે આગળ વધશો એટલે તમને મનોહર વૃક્ષો દેખાશે. એ વૃક્ષો ઉપર ફળ દેખાશે પણ એ ફળ તમારે ખાવાં નહીં.
એ પ્રદેશમાં બાવીશ પિશાચ રહે છે. એ યાત્રિકોને ઉપદ્રવ કરતા હોય છે. પણ જો તમે ડરશો નહીં, એ પિચાશોની દરકાર નહીં કરો અને પ્રયાણ ચાલુ રાખશો તો તમને એ કંઈ નહીં કરે. રાત્રિના સમયે પણ બે પ્રહર પ્રયાણ ચાલુ રાખવાનું છે.
બસ, પછી અટવીની બહાર નીકળી જવાના. સામે જ તમને શિવનગર દેખાશે. તમે ત્યાં પહોંચી જશો. ત્યાં કોઈ ક્લેશ નથી, ઉપદ્રવ નથી... પરમ સુખ અને પરમ શાન્તિ છે.
આ રીતે સાર્થવાહે માર્ગદર્શન આપ્યું. એ માર્ગદર્શન મુજબ જેઓ ચાલ્યા, તેમણે અટવ પાર કરી અને શિવનગરમાં પહોંચી ગયા. જેમણે ભૂલ કરી, જેઓ માર્ગદર્શન મુજબ ના ચાલ્યા, તેઓ એ અટવીમાં અટવાઈ ગયા અને મોત પામ્યા.
કુમાર, આ ઉપનયકથા છે. તું એનું રહસ્ય કદાચ પામી ગયો હશે, છતાં તને સ્પષ્ટતાથી સમજાવું છું :
સાર્થવાહ એટલે સર્વજ્ઞ વીતરાગ તીર્થકર. ક ઘોષણા કરી એટલે ધમપદેશ આપીને, જીવને મોક્ષ પામવા ઉત્સાહિત કરવા.
જ સાર્થવાહનાં મિત્રો એટલે સંસાર-અટવીનું ઉલ્લઘંન કરી, મોક્ષ તરફ પ્રયાણ કરનારા ભવ્ય જીવો. અટવી એટલે ચાર ગતિમય દુઃખમય સંસાર.
ભાગ-૨ # ભવ પાંચમો
30
For Private And Personal Use Only