________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
IY૧૨il
જયકુમારે આચાર્યદેવને પૂછ્યું : “ભગવંત, આ ભવાટવી ભીષણ છે. એમાંથી કેવી રીતે બહાર નીકળવું અને ક્યાં પહોંચવાનું?”
આચાર્યદેવે કહ્યું : “કુમાર, હું તને એક “ઉપનય-કથા” દ્વારા તારા પ્રશ્નનો ઉત્તર આપું છું.'
એક પરોપકારી સાર્થવાહ છે. તે પોતાના કાફલા સાથે બીજા નગરે જવા તૈયાર થયો છે. તેણે નગરમાં ઘોષણા કરાવી : “મારી સાથે જેને શિવનગર આવવું હોય, તેઓ મારી સાથે ચાલે. તેઓને હું નિર્વિને શિવનગર પહોંચાડીશ.'
ઘણા લોકો સાર્થવાહ સાથે ચાલવા તૈયાર થઈને આવ્યા. સાર્થવાહે તે સહુને માર્ગ અંગે સમજણ આપતાં કહ્યું : “મારા મિત્રો, આપણે જે નગરે જવું છે, તેના બે માર્ગ છે. એક માર્ગ સીધો છે. બીજો માર્ગ થોડો વાંકોચૂકો છે. આ વાંકાચૂકા માર્ગે સુખપૂર્વક જઈ પહોંચી શકાય, પરંતુ પહોંચતાં ઘણો સમય લાગે છે. જ્યારે સીધા માર્ગે જઈએ તો જલદી પહોંચી શકાય છે. પરંતુ આ સીધા માર્ગે જવામાં વિદ્ગો ઘણાં છે. માર્ગ ઘણો વિકટ છે. જેવા આપણે એ માર્ગે ચાલવા માંડીએ.. કે આપણને સિંહની ગર્જનાઓ અને વાઘની ત્રાડ સંભળાશે. આપણે ગભરાવાનું નહીં. એ સિંહ અને વાઘ આપણાં માર્ગમાં આવીને, ઊભા રહેશે. એ વખતે હિંમતથી આગળ ધસી જવું પડે. આપણે માર્ગ પર જ ચાલીએ તો એ આપણા ઉપર હુમલો કરતા નથી. આપણી પાછળ પાછળ ચાલ્યા આવે છે. પરંતુ જો આપણે માર્ગ પરથી નીચે ઊતરી ગયા તો મર્યા સમજજો. એ સિંહ અને વાઘ આપણા પર તરાપ મારી.... મારી નાખશે, માટે માર્ગ પર ચાલ્યા કરવાનું છે.
માર્ગમાં સુગંધી પુષ્પોવાળાં અને શીતળ છાંયડાવાળાં મનોહર વૃક્ષો આવશે. એના ઉપર આકર્ષક ફળો લટકતાં દેખાશે. હે મિત્રો, તમે એ વૃક્ષોના છાંયડે બેસશો નહીં, કે એના ફળો ખાશો નહીં. એ વૃક્ષોની છાયા પણ તમારો વિનાશ કરશે.. ફળ ખાવાની તો વાત જ ના કરતાં.
હા, તમે ચાલતાં ચાલતાં થાક તો પત્ર-ફૂલ અને ફળ વિનાનાં જે વૃક્ષો છે, એની નીચે થોડો સમય વિસામો લેજો.
ચાલતાં ચાલતાં માર્ગની બંને બાજુએ તમને ખૂબ સુંદર સ્ત્રી-પુરુષો મળશે. મીઠું મીઠું બોલશે.. તમારી ખુશામત કરશે... તમને પ્રેમથી બોલાવશે... પરંતુ હે મિત્રો, તમે આપણો માર્ગ છોડીને, એમની પાસે ના જશો. એમની લોભામણી વાતોમાં શ્રી સમરાદિત્ય મહાકથા
૮૯
For Private And Personal Use Only