________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વપ્રથમ ભગવાન કુલપતિ પધારી ગયા. મેં તેઓનું ભાવભીનું સ્વાગત કર્યું. તેઓએ અમને સહુને આશીર્વાદ આપ્યા.
તે પછી વિલાસવતીનાં માતા-પિતા અને શ્રેષ્ઠીપુત્ર મનોરથદત્તને લઈ, વિમાન આવી ગયું. મનોરથદત્ત તો વિમાનમાંથી ઊતરીને મને ભેટી જ પડ્યો... અને પછી રુદન કરવા લાગ્યો. મેં એને ખૂબ સમજાવ્યો. તે શાંત થયો. એનો, વિલાસવતી, વસુભૂતિ અને અનંગસુંદરીને પરિચય કરાવ્યો. વસુભૂતિ તો એને જાણતો જ હતો. વિલાસવતીનાં માતા-પિતા વિલાસવતીને મળ્યાં, ખૂબ આશીર્વાદ આપ્યા.
દીક્ષાદિવસ આવી ગયો.
પ્રભાતે વિદ્યાધરેન્દ્ર ચક્રસેન વિશાલ પરિવાર સાથે પધારી ગયા. તેમનાં ચરણોમાં પડી મેં વંદના કરી. તેઓએ વાત્સલ્યથી અમને ખૂબ અભિનંદ્યા.
ત્યાર બાદ આડંબર સાથે, અમે સહુ ઉદ્યાનમાં પહોંચ્યા. ગુરુદેવ ચિત્રાંગદ મુનીશ્વરે અમને વિધિપૂર્વક દીક્ષા આપી. અમારી સાથે લગભગ એક હજાર વિદ્યાધર સ્ત્રી-પુરુષોએ પણ દીક્ષા લીધી. રાજા અજિતબલે અણુવ્રતો સ્વીકાર્યા. ચારિત્રધર્મ સ્વીકારીને, અમે ત્યાંથી વિહાર કર્યો.
૦ ૦ ૦. “હે જયકુમાર, મારી દીક્ષાનું કારણ આ મારું જીવનચરિત્ર છે.” આચાર્યશ્રી સનકુમારે વિસ્તારથી પોતાનું જીવનચરિત્ર પ્રકાશિત કર્યું. તે સાંભળીને, જયકુમારના ચિત્તમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો.
રીક
જ
આ
૮૨૪
ભાગ-૨ # ભવ પાંચમો
For Private And Personal Use Only