________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ સીધો માર્ગ એટલે સાધુધર્મ. જ વાંકોચૂકો માર્ગ એટલે ગૃહસ્વધર્મ
શિવનગર એટલે સિદ્ધશિલા. જ વાઘ-સિંહ એટલે રાગ અને દ્વેષ. - મનોહર વૃક્ષની છાયા એટલે મમત્વ થાય એવી વસતિ.
આ માર્ગની બાજુમાં ઊભેલાં સુંદર સ્ત્રી-પુરુષો એટલે ઉન્માર્ગે દોરનારા કુસાધુઓ અને અહિતકારી મિત્રો.
સાથીદારો એટલે શ્રમણભગવંતો. + અગ્નિ એટલે ક્રોધ. ક પર્વત એટલે માન-અભિમાન. ક વાંસનું વન એટલે માયા-કપટ,
ખાડો એટલે લોભ. કે બ્રાહ્મણ એટલે મનોરથો, ઇચ્છાઓ.
વૃક્ષોનાં ફળો એટલે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. . ૨૨ પિશાચો એટલે ૨૨ પરીષહો. છેરાત્રે બે પ્રહર પ્રયાણ કરવું એટલે બે પ્રહર સ્વાધ્યાય કરવો.
આ રીતે જીવન જીવનારા સાધુ, ભવાટવીને પાર કરી, મુક્તિને પામે છે. પરમ સુખ પામે છે.
જયકુમારને સમ્યગદર્શન પ્રાપ્ત થયું. તેણે શ્રાવકધર્મનાં અણુવ્રતો સ્વીકાર્યા, ગુરુદેવને વંદના કરી અને તે નગરમાં પાછો ફર્યો.
આચાર્યદેવ એક મહિનો કરકંદમાં રહ્યા. પ્રતિદિન જયકુમારે શ્રમણોની સેવા કરી અને ધર્મનો ઉપદેશ સાંભળ્યો. મહિનો પૂરો થતાં આચાર્યદેવ કાકંદીથી વિહાર કરી ગયા.
0 0 0 મહારાજા સૂરતેજે જયકુમારને યુવરાજપદે આરૂઢ કર્યો. નાના ભાઈ વિજયકુમારને આ વાત ના ગમી. એના મનમાં જયકુમાર પ્રત્યે જરાય પ્રેમ ન હતો. જયકુમારને વિજય ઉપર નિર્ભેળ સ્નેહ હતો.
વિજયને જયકુમાર ઉપર પ્રેમ ક્યાંથી હોય? એ પૂર્વજન્મની ધનશ્રીનો જ જીવ હતો. ધનશ્રી મરીને નરકમાં જન્મી હતી. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને, એ કાકંદીના રાજપરિવારમાં જન્મી હતી. એના મનમાં જયકુમાર પ્રત્યે સહજ રીતે જ વેરભાવના પ્રગટ હતી.
જયકુમારને યુવરાજપદે સ્થાપિત કરે, એક વર્ષ પણ પૂરું થયું ન હતું, ત્યાં મહારાજા સૂરજ ભયંકર માંદગીમાં પટકાયા... ઘણા ઘણા ઔષધોપચારો કરવા શ્રી સમરાદિત્ય મહાકથા
૩.
For Private And Personal Use Only