________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છતાં તેઓ ન બચ્યા. તેમનું મૃત્યુ થઈ ગયું.
રાજપરિવાર શોકસાગરમાં ડૂબી ગયો, પરંતુ રાજસિંહાસન ખાલી તો રખાય નહીં, એટલે મહારાણી લીલાવતીનો અભિપ્રાય જાણીને, જયકુમારનો રાજ્યાભિષેક કરી દેવામાં આવ્યો.
આ વાત વિજયકુમારને ગમી નહીં. એ રાજ્યાભિષેકના સમયે પણ ઉપસ્થિત રહ્યો નહીં. મહામંત્રી, વિજયની ઉદ્ધતાઈ જાણતા હતા. સાથે સાથે એ પણ જાણતા હતાં કે એને જયકુમાર પ્રત્યે ઘોર છેષ છે. કોઈ કારણ વિનાનો દ્વેષ છે.
ત્યાં મહામંત્રીને સમાચાર મળ્યા કે “વિજય નગર છોડીને ભાગી જાય છે...” મહામંત્રીએ વિચાર્યું : “આ પડોશી રાજ્યમાં જઈને, કોઈ અસંતુષ્ટ સામંત રાજાને પોતાના પક્ષમાં લઈને, આ રાજ્ય પર આક્રમણ કરશે. મહારાજા જયકુમારને પજવશે. માટે એને પકડીને નજરકેદમાં રાખવો.”
તેમણે જયકુમારને પૂછયું નહીં. બારોબાર પોતના વિશ્વાસપાત્ર સૈનિકોને વિજયની પાછળ મોકલ્યો. સૈનિકો મારતે ઘોડે એની પાછળ પડ્યા. તેને પકડી લીધો.. મહામંત્રી પાસે લઈ આવ્યા. મહામંત્રીએ તેને એક ઓરડામાં પૂરી દીધો.
આ વાત મહારાણી લીલાવતીએ જાણી. રાણીને નાના પુત્ર પર વિશેષ વાત્સલ્ય હતું. પુત્રને કેદ કરાયેલો જાણી, એને ભારે આઘાત લાગ્યો. જોકે વિજયના દુષ્પરિત્રને જાણતી હતી. છતાં પુત્રનેહથી તે વિહ્વળ બની ગઈ. તેણે મહામંત્રીને સંદેશો મોકલીને, પોતાની પાસે બોલાવ્યા.
મહામંત્રી, મેં સાંભળ્યું છે કે વિજયને કેદ કરવામાં આવ્યો છે, શું સાચી વાત છે? હા, મહારાણીજી... મેં જ એને કેદ કરાવ્યો છે.' શા માટે?
મહારાણીજી, શું આપ કુમારનાં પરાક્રમોથી અજાણ છો? મહારાજકુમારના રાજ્યાભિષેક સમયે એ શું હાજર રહ્યો હતો? એના હૃદયમાં મોટા ભાઈ પ્રત્યે ભારોભાર દ્વેષ છે, એ શું આપ નથી જાણતાં? એ છૂટો રહે તો કેવાં તોફાન કરે અને મહારાજાને કેવા પજવે, એ આપ સમજી શકો છો ને?'
બધી વાત સાચી છે મહામંત્રી, પરંતુ તમે એક માતાનું હૃદય કેમ નથી સમજી શકતા?”
મહાદેવી, અહીં લાગણીનો વિચાર ના કરાય. સંયોગનો અને રાજ્યની સુરક્ષાનો વિચાર કરવો જોઈએ.’
એટલે તમે કુમારને મુક્ત નહીં જ કરો?
મને ઉચિત નથી લાગતું. છતાં હું મહારાજાનો સેવક છું. મહારાજા મને આજ્ઞા કરશે.. તો મુક્ત કરીશ...મુક્ત કરવો પડશે... પરંતુ મહાદેવી, મારી આપને
૮૩૨
ભાગ-૨
ભવ પાંચમો
For Private And Personal Use Only