________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નમ્ર વિનંતી છે કે આપ પુત્રોહના આવેગમાં વહી ના જાઓ તો સારું, નહીંતર પરિણામ સારું નહીં આવે.
મહાદેવી, આપ જાણો છો કે કુમારના મિત્રો કોણ છે ને કેવા છે? કુમાર માટે પ્રજાજનોની કેવી કેવી ફરિયાદો આવે છે? એ તો મહારાજા જ્યારે જીવંત હતા, પ્રજા તેમની મર્યાદા પાળતી હતી... એટલે કુમાર બચી જતો હતો... નહીંતર...' રાણી લીલાવતીને મહામંત્રીની વાત ના ગમી. તેણે કહ્યું :
‘ભલે, તમે જઈ શકો છો. હું જયકુમાર સાથે વાત કરી લઈશ.'
મહામંત્રી ઊભા થઈને, બહાર નીકળી ગયા.
રાણી પણ વસ્ત્ર પરિવર્તન કરી, રાણીવાસમાંથી બહાર નીકળી અને જયકુમારના મહેલ તરફ ચાલી. કુમારના આવાસના દ્વારે જઈને, ઊભી રહી. દ્વાર પર ઊભેલી પરિચારિકાએ મહારાણીને પ્રણામ કર્યા અને તેણે ખંડમાં આવી રાજા જયકુમારને કહ્યું : ‘મહારાજા, માતાજી દ્વાર પર ઊભાં છે.’
‘માતાજી ચાલીને અહીં મારા આવાસમાં આવ્યાં છે? ચાલ, હું પોતે તેઓને લેવા આવું છું.’ જયકુમાર ઊભા થયા અને તરત જ દ્વારે ગયા. માતાને જોઈ, હાથ પકડીને ખંડમાં લઈ આવ્યા. આસન પર બેસાડીને કહ્યું : ‘માતાજી, આપ સ્વયં ચાલીને અહીં કેમ આવ્યાં? મને બોલાવ્યો હોત તો હું જ આપની સેવામાં ઉપસ્થિત થાત,’
ઉત્તરમાં માતાએ રુદન કરવા માંડ્યું.
જયકુમારને કંઈ સમજાયું નહીં. માતાને રુદન કરતી એમણે ક્યારેય જોઈ ન હતી. તેઓ માતૃભક્ત હતા. તેમણે માતાને પૂછ્યું :
“મા, શા માટે ૨ડે છે? શું તારું કોઈએ અપમાન કર્યું છે? શું તારી આજ્ઞાનું કોઈએ ઉલ્લંઘન કર્યું છે? તું વાત કરે... તો ઉપાય થઈ શકે...'
માતાનું રુદન અટક્યું. તેણે કહ્યું : ‘વત્સ, તું મારા નાના પુત્રને જીવન-દ્યન આપ...’ કુમારે પૂછ્યું : ‘માતા, વિજયને કોનો ભય છે?
‘બેટા, તને ખબર નથી? વિજયને પકડીને કેદ કરવામાં આવ્યો છે. જોકે પ્રજાનું પાલન કરવા માટે, રાજાઓનું આ કર્તવ્ય હોય છે કે પ્રજાને રંજાડનારનો નિગ્રહ કરવો. વળી, એ મારો પુત્ર, તારો રાજ્યાભિષેક થવાથી તારા પ્રત્યે દ્વેષવાળો બન્યો છે. એને જન્મથી જ તારા પ્રત્યે અભાવ છે. એટલે એને કેદ કર્યો છે, તેનો મને વિરોધ નથી, પરંતુ એના શરીરે કોઈ ઈજા ન થાય, એની તું કાળજી રાખજે.’
‘માતા, મને આપની વાત સાંભળીને આશ્ચર્ય થાય છે...! મારો સગો નાનો ભાઈ મારો વિરોધી? માન્યામાં ન આવે એવી વાત છે, માતા.’
‘વત્સ, તારામાં અને એનામાં આકાશ અને ધરતી જેટલું અંતર છે. તું સરળ છે, એ કપટી છે. તું ચંદ્ર છે, એ રાહુ છે... બેટા, છતાં હું એક માતા છું ને? વિજય
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
633