________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રત્યે મારો મોહ છે. તારા પિતાજી મને અવારનવાર ટોકતા હતા. વિજયને વધારે લાડ નહીં લડાવવા કહેતા હતા... કારણ કે એને જેમ જેમ મેં લાડ લડાવ્યાં.. એને ખોટાં કામ કરતો રોક્યો નહીં, તેમ તેમ એ સ્વચ્છંદ અને ઉદ્ધત બનતો ગયો. પ્રજામાં એના ઉપદ્રવો વધ્યા... ખરાબ મિત્રોની સંગતે ચઢી ગયો.
હું જાણું છું. મહામંત્રીએ એનો નિગ્રહ કર્યો, તે સારું કર્યું છે. છતાં મારે તને એટલી જ ભલામણ કરવી છે કે એને મારવામાં ના આવે. ગમે તેવો... તોય મારા પેટે જન્મેલો છે..'
મા, તમે સંતાપ ના કરો. હું અત્યારે જ વિજયને મુક્ત કરાવું છું...' ના બેટા, એને મુક્ત ના કરીશ... એ તને જ દુઃખ દેશે..”
માતા, શા માટે મને દુઃખ દેશે? રાજ્યની ખાતર ને? હું એને રાજ્ય આપી દઉં... પછી મને દુઃખ નહીં દે ને? મારે આવું રાજ્ય જોઈતું નથી... રાજ્યના કારણે જ રાજ્યના અધિકારીઓને આવું અઘટિત પગલું ભરવું પડ્યું ને? સગા ભાઈને
ક્લેશ અને અશાંતિ કરાવનારા રાજ્યનો મને ખપ નથી. અને રાજ્યની ખટપટો.... રાજ્યના માટે કરવા પડતાં યુદ્ધો.. કાવાદાવા... આ બધું મને ગમતું નથી...”
“વત્સ, તને ના ગમે, એ કેમ ચાલે? પ્રજાની રક્ષા કરવી, એ તો રાજાઓનું કર્તવ્ય હોય છે. તે ન્યાય-નીતિપૂર્વક પ્રજાનું પાલન કરી શકે એમ છે. એટલે રાજ્યને છોડવાનો તો વિચાર જ ના કરીશ..”
માતાજી, હું હમણાં જ વિજયને મુક્ત કરી, એનો રાજ્યાભિષેક કરીશ..”
નહીં મહારાજા, કુમાર વિજયનો રાજ્યાભિષેક નહીં કરી શકાય. મહામંત્રીએ ખંડના દ્વારે ઊભા રહીને, દઢ સ્વરે કહ્યું. “આવો મહામંત્રી...”
હું જાણતો જ હતો કે રાજમાતા આપની પાસે આવશે અને વિજયને મુક્ત કરવા આગ્રહ કરશે. એટલે હું શીધ્ર અહીં આવ્યો.”
મહામંત્રી, માતાએ એવો આગ્રહ કર્યો જ નથી. તેઓ તો વિજયને મુક્ત કરવાની ના જ પાડે છે. તેઓ તો એટલું કહે છે કે એને મારવામાં ના આવે.”
એ જવાબદારી મારી. કુમારના શરીરે કોઈ આંગળી પણ નહીં અડાડી શકે.' “પરંતુ મહામંત્રી, મારી ઈચ્છા એનો રાજ્યાભિષેક કરવાની છે...' પછી આપ શું કરશો? હું ચારિત્રધર્મ અંગીકાર કરીશ...' મહારાજા.” મહામંત્રીની આંખો આંસુભીની થઈ ગઈ.
મહામંત્રી, વિજયને મુક્ત કરી, મારી પાસે લાવવા અધિકારીઓને આજ્ઞા કરો.” મહામંત્રી ઊભા થયા અને રાજાને પ્રણામ કરી, બહાર ચાલ્યા ગયા. ૮૩૪
ભાગ-૨ ( ભવ પાંચમો
For Private And Personal Use Only