________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેલમાં પુરાયેલો વિજય મનમાં ધૂંધવાઈ ઊડ્યો હતો.
મને પકડાવીને જેલમાં પુરાવનાર, એ દુષ્ટ જયકુમાર જ છે. એ માયાવી છે. મારી સામે દેખાવ તો નેહભર્યો કરે છે.. પણ એ મને મારી નાખવાની જ યોજના ઘડતો લાગે છે.. ભલે એ યોજના ઘડે, એ યોજનાને પાર પાડે એ પહેલાં હું જેલમાંથી બહાર નીકળી જઈશ. મારા મિત્રો અવશ્ય મને જેલમાંથી બહાર કાઢશે. અને એક વાર હું બહાર નીકળું.. બસ, પછી એ જયકુમારને એવો ધરતીમાં દાટી દઉં.. કે એ શોધ્યો ના જડે. પછી હું મારા મિત્રોના સહારે રાજા બનીશ. આ બધા જૂના રાજ્યાધિકારીઓને કાઢી મૂકીશ. એ બધા જયકુમારના પક્ષના છે...
હું જ્યાં સુધી જયકુમારને મારીશ નહીં, ત્યાં સુધી મને ચેન નહીં પડે. મેં મારા મિત્રોને પણ કહ્યું છે... “તમને તક મળે... તો તમે જ રાજાને પતાવી નાખજો...” મેં એ મિત્રોને શું નથી આપ્યું? સોનું, સૂરા અને સુંદરી.. બધું જ આપ્યું છે. તેઓ મારું એક કામ જરૂર કરશે.. એમાંય પેલો ક્ષત્રિય ઝેરીમલ તો કહેતો હતો – ‘કુમાર, તારા માટે મારા પ્રાણ તૈયાર છે. તારી ખાતર હું મારું બલિદાન આપી દઉં.'
પેલો વણિકપુત્ર કોમળદત્ત કહેતો હતો કે “કુમાર, તું બસ, આજ્ઞા કર... મારું માથું કાપીને તાસકમાં ધરી દઉં.” આવા તો મારા દસ-બાર જિગરજાન મિત્રો છે... એ બધાએ મારાં બધાં કાર્યોમાં સદ્યોગ આપ્યો છે. અડધી રાતે નગરશેઠની પુત્રી રૂપસુંદરીને અમે ઉઠાવી ગયાં હતા... પેલા ધનપાલ શ્રેષ્ઠીને ત્યાં, મધરાતે ધાડ પાડીને, એક કરોડ સોનામહોરો ઉપાડી ગયા હતા. પેલા સુરુચિ બ્રાહ્મણની ઉર્વશી જેવી રૂપવંતી પત્નીને ધોળા દિવસે રાજમાર્ગ પરથી અમેં જંગલમાં ઉઠાવી ગયા હતા.. પરંતુ મિત્રોએ એ સુંદરી મને જ સોંપી દીધી હતી. કહ્યું હતું : “કુમાર, આ અપ્સરા તારા માટે જ છે.... અમે એની સામે આંખ ઊંચી કરીને, પણ નહીં જોઈએ..” આવી તો અનેક વાતો છે.
આવા મારા વિશ્વાસપાત્ર મિત્રો... અવશ્ય જયકુમારને ઠેકાણે પાડી દેશે... આવા અનેક દુષ્ટ વિચાર કરતો વિજયકુમાર જેલમાં આંટા-ફેરા મારતો હતો, ત્યાં એની ઓરડીનું તાળું ખોલવાનો અવાજ આવ્યો, તે દ્વાર પાસે આવ્યો. જેલના મુખ્ય અધિકારી તાળું ખોલતા હતા અને પાસે મહાસેનાપતિ રાજતેજ ઊભા હતા, તાળું ખોલી દ્વાર ઉઘાડી નાખ્યું. સેનાપતિએ કુમારને પ્રણામ કરી, નિવેદન કર્યું : શ્રી સમરાદિત્ય મહાકથા
૮૩૫
For Private And Personal Use Only