________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘કુમાર આપને મહારાજા બોલાવે છે, એટલે અમે લેવા આવ્યા છીએ.’ કુમાર ઝડપથી જેલની બહાર નીકળી ગયો. સેનાપતિ અને સુભટોની સાથે તેને રાજમહેલમાં લઈ જવામાં આવ્યો. જેવો કુમાર રાજાના આવાસમાં પ્રવેશ્યો, રાજા ઊભા થઈ તેને ભેટી પડ્યા. આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં.
એ ‘ભાઈ મને અજાણ રાખી રાજ્યના અધિકારીઓએ તને કેદ પકડ્યો છે વાત માતા પાસેથી જાણી, મને ખુબ દુ:ખ થયું છે. માતાને તો ઘણું જ દુ:ખ થયું છે. મારા વહાલા ભાઈ, મને આ રાજ્યનો કોઈ મોહ નથી... હું તારો રાજ્યાભિષેક ક૨વા ઈચ્છું છું.’ વિજયકુમાર મૌન ઊભો રહ્યો. તેણે આંખો ઊંચી કરીને, જયકુમાર સામે જોયું પણ નહીં. પ્રણામ પણ ના કર્યો.
-
રાજમાતા લીલાવતી, મંત્રીમંડળ અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં જયકુમારે, વિજયકુમારનો રાજ્યાભિષેક કરી દીધો. વિજયકુમાર હર્ષિત થઈ ગયો. તેણે તરત જ પોતાના મિત્રોને યાદ કર્યા, પરંતુ મહામંત્રીએ કહ્યું : ‘આપ ધીરજ રાખો. પહેલા આપ સમગ્ર રાજ્યવ્યવસ્થા સમજી લો. કારણ કે મહારાજા પોતે ચારિત્રધર્મ સ્વીકારશે તો હું પણ ચારિત્રધર્મ સ્વીકારીશ. એટલે આપણે મંત્રણાખંડમાં બેસીએ. મંત્રીમંડળને હું બોલાવી લઉં છું.'
મંત્રણાખંડમાં મંત્રીમંડળ સાથે વિજયકુમાર ચર્ચા-વિચારણામાં પરોવાયો. બીજી બાજુ જયકુમારના ખંડમાં માતા લીલાવતી બેઠી હતી. જયકુમારે માતાને પૂછ્યું : ‘હે માતા, હવે આપનો શોક દૂર થયો ને?’
‘ના વત્સ, શોક દૂર ના થયો, શોક વધ્યો...’ ‘માતા, એનું કારણ?’
‘વત્સ, આ રાજ્ય માંસના ટુકડા જેવું છે. કાગડાઓને માંસ ખૂબ પ્રિય હોય છે. જે મનુષ્યો પરમાર્થને જાણતા નથી, જોતાં નથી... સમજતાં નથી, તેવા તુચ્છ પુરુષો કાગડા જેવા છે. તેઓને માત્ર રાજ્ય જ દેખાય છે. તેઓ સુક્તને જાણતા નથી. ઉચિત-અનુચિત કાર્યનો વિવેક સમજતાં નથી. તેમનું મન વિષયોના વિષથી વ્યાપ્ત હોય છે. આવા રાજ્યાસક્ત જીવો મોક્ષ તો નહીં જ, સ્વર્ગ પણ નથી મેળવી શકતા. તેમની નિયતિ નરક હોય છે.
For Private And Personal Use Only
વત્સ, તું મહાપુરુષ છે. તું મનુષ્યજીવનને સાર્થક કરી જઈશ. જ્યારે વિજય ભલે તારો ભાઈ છે. છતાં તેના મિત્રો અનાર્ય છે, વિષયાસક્ત છે. અને રાજાની ચાપલુસી કરનારા છે. મીઠું મીઠું બોલીને, રાજાને એ ફોલી ખાશે. અકાર્યમાં પ્રવૃત્તિ કરવા પ્રેરિત કરશે... એવું કોઈ પાપ નથી એમના માટે... કે જે પાપ તેઓ ના આચરે, મન ભય પણ લાગે છે...’
639
ભાગ-૨ ૪ ભવ પાંચમો