________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માતા, હવે કોઈ શંકા ના કરો. કુમાર શાન્ત થઈ ગયો છે.” વત્સ, એ શાંતિ બહારની છે. એના હૃદયમાં વેરની આગ સળગતી હશે...'
માતા, જવા દો આ વાત, આપ મને અનુમતિ આપો એટલે હું ચારિત્રધર્મ અંગીકાર કરું. શ્રમણ બની જાઉં...”
પુત્ર, સાધુ બનવાની વાત જવા દે... મારી વાત માન. તું વિજયને યુવરાજ બનાવ. રાજસિંહાસન પર તું જ રહે.'
“જનની, મેં કુમારનો “રાજા' તરીકે અભિષેક કરી દીધો છે. હવે તેને યુવરાજ' પદે સ્થાપિત ના કરાય. વળી, મારો તો નિર્ણય છે કે હવે મારે સંસારમાં નથી રહેવું. હે માતા, મને અનુમતિ આપોહું ચારિત્રધર્મ અંગીકાર કરીશ..”
વત્સ, જો તારો આ જ નિર્ણય છે, તો હું પણ તારી સાથે જ ચારિત્રધર્મ અંગીકાર કરીશ... મારું મન પણ સંસારવાર પ્રત્યે વિરક્ત બન્યું છે.” રાજમાતા લીલાવતીના મુખ પર ઘેરી ઉદાસીનતા છવાઈ ગઈ. જયકુમારને માતાનો નિર્ણય સાંભળીને, હર્ષ થયો. “માતાજી, આપનો નિર્ણય સમયોચિત છે. સમજણપૂર્વકનો છે. દીર્ઘદૃષ્ટિવાળો છે.... સંસારમાં સારભૂત શું છે? કંઈ જ નહીં.
સંયોગ... પ્રિયનોના, વિયોગમાં પરિણમનારા છે. જ જીવન ક્ષણિક.. ચંચળ છે. એ જિનવચનની પ્રાપ્તિ અતિ દુર્લભ છે... છે આ સંસાર સાવ નિર્ગુણ છે... જ સારભૂત એક માત્ર જિનધર્મ છે.
૦ ૦ ૦ મહારાજા જકુમારે રાજસભા ભરી, બધા જ સ્નેહી સ્વજનોને બોલાવ્યા. બધા જ અગ્રગણ્ય નાગરિકોને બોલાવ્યા. સર્વે રાજ્યાધિકારીઓને આમંત્રિત કર્યા. આજ્ઞાંકિત સામંતોને પણ બોલાવ્યા.
રાજસભામાં, પડદાની પાછળ રાજમાતા લીલાવતી પણ બેઠાં હતાં. વિજયકુમારને પોતાની પાસે જ રાજસિંહાસન પર બેસાડ્યો હતો. ભગવસ્ત્રાર્થનાથી રાજસભાનો પ્રારંભ થયો. મહારાજા જયકુમારે પોતાનું વકતવ્ય શરૂ કર્યું :
મારા પ્રિય પ્રજાજનો, મેં મારા નાના ભાઈ વિજયકુમારનો રાજ્યાભિષેક કર્યો છે. હવેથી એ તમારો રાજા બને છે. તમે એની આજ્ઞા માનજો.' ત્યાર પછી વિજયકુમારને સંબોધીને કહ્યું : શ્રી સમરાદિત્ય મહાકથા
૮3૭
For Private And Personal Use Only