________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે વત્સ, પિતાજીના મૃત્યુ પછી આજ દિન સુધી મેં પ્રજાનું પાલન કર્યું. હવે તારે પણ સારી રીતે પ્રજાનું પાલન કરવાનું છે. એવું સારી રીતે તે પ્રજાનું પાલન કરજે કે પ્રજા આપણા પિતાજીને ભૂલી જાય. હવે તું કુમાર નથી, રાજા છે. એક રાજર્ષિને શોભે એવું સુંદર વર્તન કરજે, આપણા પૂર્વજોના ઉજ્જવલ-ધવલયશને કલંક લાગે એવું કંઈ પણ ના કરીશ. તું સમજું છે, સમજુંને વધારે શું કહેવું? આ મનુષ્યજીવન દુર્લભ છે. તે જીવન સુધરી જાય એવું કરજે.' વિજયકુમારને આટલી હિતશિક્ષા. આપ્યા પછી સભાને ઉદ્દેશીને તેઓ બોલ્યા :
“હે સ્નેહી-સ્વજનો, રાજ્યના અધિકારીઓ અને પ્રજાજનો, મારું મન આ સંસાર પ્રત્યે વિરક્ત બન્યું છે. સર્વ વૈષયિક સુખો પ્રત્યે અનાસક્ત બન્યું છે. મારી પ્રબળ ભાવના ચારિત્રધર્મ સ્વીકારવાની છે. ગુરુદેવ સનકુમાર આચાર્યના ચરણોમાં જઈ, હું તેમનાં ચરણે જીવન સમર્પિત કરીશ. - પ્રિય પ્રજાજનો, કદાચ તમને મારો આ નિર્ણય નહીં ગમે... પરંતુ હવે ચારિત્રધર્મ સિવાય મને ચેન નહીં પડે.
એક સામંત રાજાએ ઊભા થઈને કહ્યું : “મહારાજા, આપને ચારિત્રધર્મ વિના ચેન નહીં પડે. તેમ અમને આપના વિના ચેન નહીં પડે. અમે આપના શ્રેયમાર્ગમાં વિગ્ન કરવા નથી ચાહતા, પરંતુ હૃદયની ભાવના વ્યક્ત કરીએ છીએ કે આપ હમણાં અમારો ત્યાગ ના કરી જાઓ.... અમને, આ રાજ્યને આપની હજુ પચીસ વર્ષ જરૂર છે, તે પછી આપ ચારિત્રધર્મ અંગીકાર કરજો...”
હમણાં નહીં.. હમણાં નહીં.' રાજસભામાંથી સામૂહિક અવાજ ઊઠ્યો. લોકોએ અવકાશમાં હાથ હલાવી હલાવીને ના પાડી.
મહારાજા જયકુમારે કહ્યું : “તમારી ભાવના, તમારો પ્રેમ... તમારી વફાદારી... આ બધું હું જાણું છું. છતાં આ મન હવે ગૃહવાસમાંથી ઊઠી જ ગયું છે... બધું નીરસ... અર્થહીન અને અકળાવનારું લાગે છે... માટે તમે સહુ મને અનુમતિ આપો.'
મહામંત્રીએ ઊભા થઈ, ઉત્તરીયવસ્ત્રથી આંખો લૂછી... મંદ સ્વરે કહેવા માંડ્યું : મહારાજા, આપનો માર્ગ કુશળ હો. અમે આપના માર્ગમાં કોઈ વિપ્ન નથી કરતા... હું પણ આપની સાથે જ ચારિત્રધર્મ અંગીકાર કરીશ..” રાજસભામાં સ્તબ્ધતા પથરાઈ ગઈ... જયકુમારે કહ્યું :
રાજમાતા પણ સાથે જ ચારિત્રધર્મ સ્વીકારશે.” પ્રજાજનોની સ્તબ્ધતામાં વધારો થયો.
૮%,
ભાગ-૨ ભવ પાંચમો
For Private And Personal Use Only