________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહોત્સવ મંડાઈ ગયા. મહાદાનનો પ્રારંભ થઈ ગયો. માર્કદીમાં રાજ્યમાંથી હજારો સ્ત્રી-પુરુષોનો પ્રવાહ શરૂ થઈ ગયો,
મહારાજા, આ મંત્રી મુદ્રા હું સિંહકુમારને આપવા ઈચ્છું છું. અને સેનાપતિપદ વિરેન્દ્રને આપવા વિનંતી કરું છું..”
“યોગ્ય છે મહાનુભાવ. તારી પસંદગી સુયોગ્ય છે, મને માન્ય છે. ધરણે ઊભા થઈ, સિંહકુમારને મહામંત્રીપદની મુદ્રા અર્પણ કરી.
રાજસભામાં આ કાર્યવાહી ચાલતી હતી, ત્યાં બે નગરરક્ષકો દોડતા આવ્યા ને મહારાજાને કહ્યું :
“એક વિમાન નગરની બહાર નીચે ઊતર્યું છે. અને એમાંથી બે દિવ્ય પુરુષો અને બે દિવ્ય સ્ત્રીઓ નીચે ઊતર્યા.
તેમણે અમને કહ્યું : “અમારે ધરણકુમારને મળવું છે...” અમે તેઓને અહીં લઈ આવ્યા છીએ...'
ધરણ દોડતો રાજસભાની બહાર ગયો. તેણે હેમકુંડલ તથા સુલોચનને જોયાં... હર્ષવિભોર બની તે હેમકુંડલને ભેટી પડ્યો. સુલોચનને પણ ભેટ્યો. બંનેના હાથ પકડી તેમને રાજસભામાં લઈ આવ્યો. મહારાજાએ ઊભા થઈ, બંનેનું સ્વાગત કર્યું. મહારાણીએ બંને સ્ત્રીઓનું સ્વાગત કર્યું અને બંનેને રાણીવાસમાં લઈ ગઈ. ધરણે હેમકુંડલ તથા સુલોચનનો પરિચય મહારાજાને કરાવ્યો.
એટલામાં દેવપુરથી ટોપ શ્રેષ્ઠીનો રથ પણ આવી પહોંચ્યો. ધરણે ટોપ શ્રેષ્ઠીમાં ચરણોમાં પ્રણામ કર્યા. ઉચિત સ્વાગત કર્યું. ટોપ શેઠે ધરાને પોતાના બાહુપાશમાં જકડી લીધો... શેઠ ચોધાર આંસુએ રડી પડ્યા. ધરણે તેમને મહામહેનતે શાંત પાડવા.
૦ ૦ ૦. ધરણ, ધરણનાં માતા-પિતા, મિત્ર દેવનંદી અને અન્ય મિત્રો તથા પ્રજાજનો... ૧૦૮ સ્ત્રી-પુરુષો ચારિત્રધર્મ અંગીકાર કરવા નીકળ્યાં. ભવ્ય શોભાયાત્રા નીકળી. વિદ્યાધરકુમારોએ શોભાયાત્રાને ખૂબ જ સુંદર બનાવી.
મલયસુંદર ઉદ્યાનમાં માનવ મહેરામણ ઊમટો.
આચાર્યશ્રી અહંદૂદત્તે સહુને ધર્મોપદેશ આપ્યો. ત્યાર બાદ વિધિપૂર્વક ધરણ વગેરે ૧૦૮ સ્ત્રી-પુરુષોને દીક્ષા આપી. વિદ્યાધરોએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી. દિવ્ય વાજિંત્રોના નાદ કર્યા.
રાજા અને પ્રજાએ નૂતન સાધુ-સાધ્વીઓને વંદના કરી. ખૂબ ખૂબ અનુમોદના કરી અને સહુ નગર તરફ વળ્યા.
એક
૯૮૮
ભાગ-૨ # ભવ છઠો
For Private And Personal Use Only