________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૪૭]
ગુરુદેવ આચાર્યશ્રી અહદત્તની સાથે વિચરતાં વિચરતાં ધરણમુનિ વગેરેએ જ્ઞાન ધ્યાનમાં રમણ કરવા માંડ્યું. સાથે સાથે તપ-ત્યાગ અને તિતિક્ષા પણ કરવા માંડી. સમતાભાવે કષ્ટોને સહવાનો અભ્યાસ કરવા માંડ્યો. દેહ અને આત્માનું ભેદજ્ઞાન પ્રાપ્ત કરી, આત્મસાત્ કર્યું : “આ શરીર હું નથી. હું શરીરથી જુદો છું.”
તેમને પોતાને આત્મવિશ્વાસ પ્રગટ્યો કે “હવે હું એકાફી વિચરણ કરી, સ્મશાનમાં, શૂન્ય ઘરમાં, પહાડની ગુફામાં દિવસો સુધી ધ્યાનસ્થ રહી શકીશ. મનુષ્યો તરફથી દેવો તરફથી કે પશુઓ તરફથી કષ્ટો આવશે તો હું સમતાપૂર્વક સહન કરી શકીશ. મારું ધર્મધ્યાન ખંડિત નહીં થાય.”
એક દિવસ ધરણમુનિએ ગુરુદેવને પ્રાર્થના કરી : ‘ગુરુદેવ, જો આપ આજ્ઞા આપો તો હું એકાકી વિચરણ કરી, વિશિષ્ટ સાધુધર્મની આરાધના કરી વિપુલ કર્મક્ષય કરું?'
ધરણમુનિની યોગ્યતા જોઈને તેમને એકાકી વિહાર કરવાની અનુમતિ આપી. વત્સ, ભય ઉપર તેં વિજય મેળવ્યો છે. તારી વાસનાઓ નાશ પામી છે. ઘોર ઉપસર્ગ-પરીપતોને સહવાનું તારામાં સત્ત્વ રહેલું છે.. તું કર્મશત્રુઓને હણવા પરાક્રમી છે. વત્સ, તું જ્યાં પણ હો, ક્ષેત્રદેવતાઓ તારી રક્ષા કરો. દશે દિશાઓમાંથી તને શુભ વિચારોની પ્રાપ્તિ થાઓ.”
ધરણમુનિએ ગુરુદેવને વંદન કરીને ખમાવ્યા. સર્વે મુનિવરો સાથે ક્ષમાપના કરી અને તેઓ એકાકી નીકળી પડ્યા.
દેવપુરના મહારાજાએ, ધરણ અને સુવદનના દેખતાં જ લક્ષ્મીને દેશવટો આપી દીધો હતો. રાજ્યના સૈનિકો તેને દેવપુરના રાજ્યની સીમાની બહાર મૂકી આવ્યા હતા. લક્ષ્મી ત્યાંથી ચાલતી ચાલતી “નંદીવર્ધન' નામના ગામમાં પહોંચી હતી. ગામની બહાર જ્યારે તે પહોંચી ત્યારે સંધ્યાસમય થઈ ગયો હતો. ત્યાં એક યક્ષમંદિર હતું અને મંદિરમાં આરતી થઈ રહી હતી. લક્ષ્મી એ મંદિરમાં પહોંચી. એક વૃદ્ધ બ્રાહ્મણ અને વૃદ્ધ પત્ની સાથે આરતી કરી રહ્યાં હતા. આરતી પૂરી થયા પછી બ્રાહાણે લક્ષ્મીને જોઈ. “આ કોઈ બહારગામની સ્ત્રી લાગે છે.” સમજીને બ્રાહ્મણે પૂછ્યું :
બેટી, ક્યાંથી આવે છે? ને તારી સાથે કોણ છે?'
શ્રી સમરાદિત્ય મહાકથા
CCC
For Private And Personal Use Only