________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે પૂજ્ય, હું દેવપુરથી આવું છું. મારા માથે મારા ભગવાન છે...' વૃદ્ધ બ્રાહ્મણ સમજી ગયો કે “કોઈ દુઃખિયારી સ્ત્રી લાગે છે..' તેણે કહ્યું :
બેટી, જો તને વાંધો ના હોય તો તું અમારી સાથે ચાલ. અમે બે પતિ-પત્ની જ છીએ ઘરમાં..” લક્ષ્મીએ બ્રાહ્મણીનો હાથ પકડી લીધો અને તેમની સાથે એમના ઘરે ગઈ. તેણે બ્રાહ્મણીને કહ્યું : “માતાજી, મારા જેવી અજાણી, અપરિચિત અને તિરસ્કૃત સ્ત્રીને, આશ્રય આપી, આપે મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે.”
બ્રાહ્મણે બ્રાહ્મણીને કહ્યું : “આ સ્ત્રીની વાણી શિષ્ટ છે, મધુર છે. એની કામ કરવાની રીત મોટા ઘરના જેવી છે. જરૂર આ કોઈ મોટા ઘરની પુત્રવધૂ લાગે છે. પરંતુ આપણે એને કંઈ જ પૂછવું નથી...'
લક્ષ્મીએ ઘરનું બધું જ કામ પોતે ઉપાડી લીધું. બ્રાહ્મણ-બ્રાહ્મણીની ખૂબ સારી સેવા કરવા માંડી.
| 0 ૦ 0. સુવદને સોનામહોરો લેવાની ધરણને વારંવાર ના પાડી હતી, છતાં ધરણે આઠ લાખ સોનામહોરો સુવદનને આપી હતી અને સુવદનને મુક્ત કરાવ્યો હતો. જે સૈનિકો લક્ષ્મીને દેશ નિકાલ આપવા ગયા હતા તેમને સુવદને પૂછ્યું કે લક્ષ્મીને તેમણે ક્યાં છોડી હતી. સૈનિકોને પાંચ પાંચ સોનામહોર આપી એટલે સૈનિકોએ જગ્યા બતાવી. સુવદન લક્ષ્મીને શોધવા એ બાજુ ગયો. દસ-પંદર ગામોમાં લક્ષ્મીની તપાસ કરી, પરંતુ લક્ષ્મી ના મળી. છેવટે તેણે નંદીવર્ધન ગામમાં લક્ષ્મીને શોધી કાઢી. સુવદનને જોઈને લક્ષ્મી આનંદવિભોર થઈ ગઈ. વૃદ્ધ બ્રાહ્મણે સુવદનનું સ્વાગત કર્યું. સ્નાન-ભોઇનાદિથી પરવાર્યા પછી બ્રાહ્મણે લક્ષ્મીને પૂછુયું : ‘બેટી, આ સજ્જન પુરુષ કોણ છે?' પિતાજી, આપના જમાઈ છે. મને લેવા માટે આવ્યા છે.'
સુવદને પણ નાટક કર્યું: “પિતાજી, આ રિસાઈને ઘરેથી નીકળી ગઈ હતી. એને શોધતો શોધતો પંદર દિવસે અહીં પહોંચ્યો છું...”
વૃદ્ધ બ્રાહ્મણે લક્ષ્મીને ઠપકો આપ્યો. “આ રીતે યુવાન સ્ત્રીએ એકલીએ બહાર નીકળી જવાય નહીં.. વગેરે વગેરે.
સુવદને લક્ષ્મીને એકાંતમાં બધી વાત કરી. ધરણે આઠ લાખ સુવર્ણમુદ્રાઓ આપી, એ વાત પણ કરી. લક્ષ્મીએ પૂછ્યું :
હવે, આપણે ક્યાં જવું છે?' મારા વતનમાં જઈએ. થોડા વર્ષો ત્યાં પસાર કરીએ.’ “આપણે દેવપુરથી જ વહાણમાં સમુદ્રમાર્ગે જવાનું છે ને?” ‘હા, અહીંથી દેવપુર જઈએ.' CEO
ભાગ-૨ ૯ ભવ છો
For Private And Personal Use Only