________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મેં કહ્યું : ‘પિતાજી, મારે તો પાછા વૈતાઢ્ય પર્વત પર જવું પડશે. ત્યાંનું વિશાળ સામ્રાજ્ય મારે સંભાળવાનું છે. એટલે કીર્તિનિલયનો રાજ્યાભિષેક કરવાની મારી ઈચ્છા છે...’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા આ પ્રસ્તાવથી માતા-પિતાને સંતોષ થયો. પિતાજીએ કહ્યું : ‘વત્સ, વૈતાઢ્ય પર્વત પર જવાની ઉતાવળ ના કરીશ.'
મેં કહ્યું : ‘પિતાજી અને માતાજી અનુમતિ આપશે ત્યારે જ અમે જઈશું.’
ત્યાર પછી મેં વિલાસવતીનો પરિચય આપ્યો કે ‘આ તમારી પુત્રવધૂ મહારાજા ઇશાનચંદ્રની પુત્રી છે.' ત્યારે પિતાજી અને માતાજી અત્યંત ખુશ થઈ ગયાં. મારી માતાએ તો વિલાસવતીને પોતાના ખોળામાં લઈ લીધી.
મેં, શ્વેતાંબીથી વસુભૂતિ સાથે પ્રયાણ કર્યું... ત્યારથી માંડીને અમે પાછા શ્વેતાંબી આવ્યા, ત્યાં સુધીની અમારી રોમાંચક કથા સંભળાવી... વસુભૂતિની મૈત્રીની હાર્દિક પ્રશંસા કરી.
અમે શ્વેતાંબીમાં લગભગ એક વર્ષ રહ્યાં. એ દરમિયાન
* સર્વપ્રથમ માતાજીનો સ્વર્ગવાસ થઈ ગયો.
* તે પછી એક મહિના બાદ પિતાજીનું મૃત્યુ થયું...
મેં કીર્તિનિલયનાં સુયોગ્ય રાજકુમારી સાથે લગ્ન કર્યાં અને દબદબાપૂર્વક એનો રાજ્યાભિષેક કર્યો.
એક દિવસ મેં કીર્તિનિલયને કહ્યું : ‘ભાઈ, હવે તું અમને અનુમતિ આપે તો અમે વૈતાઢ્ય પર્વત પર જઈએ.' તેની આંખો ભીની થઈ ગઈ. એના આગ્રહથી એક મહિનો વધુ રોકાયાં.
શ્રી સમરાદિત્ય મહાકથા
વસુભૂતિ-અનંગસુંદરીને મેં શ્વેતાંબીમાં રોકાઈ જવા કહ્યું. પરંતુ તેઓ ના માન્યાં. ‘અમે આપનાથી જુદાં નહીં જીવી શકીએ...’ કહી તે બંને રડી પડચાં.
એક શુભ દિવસે અમે કીર્તિનિલયની અનુમતિ લીધી અને રથનૂપુર તરફ પ્રયાણ કરી દીધું.
For Private And Personal Use Only
૮૧