________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બંનેને પ્રિય વચનોથી શાંત કર્યો. જેવો હું પિતાજીથી છૂટો થયો કે કુમાર અજિતબલે આવી, વસ્ત્રથી મારી આંખો લૂછી નાખી. મેં કુમારને કહ્યું :
વત્સ, આ તારાં દાદા-દાદી છે. એમનાં ચરણોમાં પ્રણામ કરો.' એ પ્રણામ કરે એ પૂર્વે તો પિતાજીએ એને ઊંચકી લીધો અને આલિંગનોથી નવરાવી નાખ્યો. ત્યાર પછી હું મારી માતાને મળ્યો. તેણે મને ખૂબ પ્રેમથી, મારી કુશળતા પૂછી.
બીજી બાજુ વસુભૂતિનાં માતા-પિતા આગળ આવ્યાં અને વસુભૂતિને જોઈ ગદ્ગદ થઈ ગયાં. વસુભૂતિ માતાનાં ચરણે પડ્યો. અનંગસુંદરી પણ વસુભૂતિનાં માતાપિતાનાં ચરણોમાં પડી. સહુ આનંદવિભોર થઈ ગયાં.
ત્યાર પછી અમારી સ્વાગતયાત્રાનો પ્રાંરભ થયો. એક રથમાં પિતાજી-માતાજી અને નાનો ભાઈ બેઠાં. બીજા રથમાં હું, વિલાસવતી અને રાજકુમાર બેઠાં. ત્રીજા રથમાં વસુભૂતિ અને અનંગસુંદરી બેઠાં. પવનગતિ અને અમિતગતિ શસ્ત્રસજ્જ બની, મારા રથની બે બાજુ ચાલવા લાગ્યા.
પ્રજાજનોએ અમારા પર પુષ્પવૃષ્ટિ કરી. અમારું સ્વાગત કર્યું. નગરના રાજમાર્ગો પર અમને જોવા અને સ્વાગત કરવા એક-એક નગરવાસી સ્ત્રી-પુરુષો આવી ગયાં હતાં. વિશાળ અને સ્વચ્છ રાજમાર્ગો પર થઈને અમે રાજમહેલમાં પહોંચ્યાં. રાજસભા ભરાણી, પિતાજીએ એક તેજસ્વી તરુણને પોતાની પાસે બોલાવી મને કહ્યું : “વત્સ, આ તારો લઘુભ્રાતા કીર્તિનિલય છે.’ હું મારા નાના ભાઈને ભેટી પડ્યો. અમે બંને ભાઈઓ પિતાજીની બે બાજુ પર બેઠા, રાજસભાની બધી ઔપચારિક વિધિઓ પૂરી થયા પછી, પિતાજીએ મારો પરિચય “વિદ્યાધર-નરેન્દ્ર'ના રૂપે કરાવ્યો. અમિતગતિ વિદ્યાધરે ઊભા થઈને, મારી વિદ્યાસિદ્ધિઓ.... વિદ્યાધર રાજા સાથેનું યુદ્ધ... વિજય.. વગેરેનું રસમય શૈલીમાં વર્ણવ્યું. પ્રજાજનો વગેરે સહુ આનંદિત થયા. રાજસભાનું વિસર્જન થયું.
૦ ૦ ૦ મારાં માતા-પિતાની વૃદ્ધાવસ્થા હતી. મારા વિરહથી તેઓ વધારે વૃદ્ધ થયાં હતાં. મને મળીને, તેઓ અત્યંત પ્રસન્ન થયાં હતાં. ભોજનાદિથી નિવૃત્ત થઈ, અમે સહુ મંત્રણાખંડમાં ભેગાં થઈને બેઠાં. પિતાજીની પાસે હું અને કીર્તિનિલય બેઠા. માતાજીની પાસે વિલાસવતી અને અજિતબલ બેઠાં.
પિતાજીએ કહ્યું : “વત્સ, હવે મારા આયુષ્યનો મને ભરોસો નથી. ક્યારે પણ આ જીવન પૂરું થઈ જાય.. માત્ર તને મળવાની તીવ્ર તૃષ્ણાથી જ જીવી રહ્યો છું. બેટા, હવે તારો રાજ્યાભિષેક કરી દઉં એટલે મારા બધાં કર્તવ્યો પૂર્ણ થશે.'
૮૨૦
ભાગ-૨ # ભવ પાંચમો
For Private And Personal Use Only