________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{૧૨૧H]
અમે રથનૂપુર-ચક્રવાલ નગરમાં આવી ગયા. સંસારની અવિરત ચાલતી પ્રવૃત્તિઓમાં ગૂંથાઈ ગયાં. રંગ-રાગ અને
ભોગવિલાસમાં લીન થઈ ગયા. પાંચ ઇન્દ્રિયોનાં ઉત્કૃષ્ટ સુખ-સાધનો મળ્યાં હતાં. શરીરનું સૌષ્ઠવ, શરીરની નીરોગિતા અને શરીરની બલવત્તા શ્રેષ્ઠ મળી હતી. ક અનુકૂળ સ્વજન-પરિજનો મળ્યાં હતાં.
પાર વિનાની સંપત્તિ મળી હતી.
સુંદર, નીરોગી શરીર મળ્યું હતું... કોઈ પારિવારિક ક્લેશ ન હતા, કોઈ રાજકીય પ્રપંચ ન હતા. કોઈ પરરાષ્ટ્રના ભય ન હતા. મહાદેવી અજિતબલાનું રક્ષણ હતું. એટલે અમે સહુ સ્વછંદપણે વિષયભોગ કરતાં હતાં.
દિવસો મહિનાઓ અને વર્ષો વીત્યાં. રાજકુમાર અજિતબલે થીવનમાં પ્રવેશ કર્યો. વિદ્યાધર-ચક્રવર્તી ચક્રસેનની પુત્રી સોનાકુમારી સાથે એનાં લગ્ન કરી દીધાં અને એ જ અરસામાં અમને એક વિશિષ્ટ જ્ઞાની પુરુષનો પરિચય થયો.
નગરની બહાર પારિજાત' નામના ઉદ્યાનનો માળી પ્રભાતે મારી પાસે આવ્યો અને મને વધામણી આપી : “હે દેવ, ઉદ્યાનમાં ચિત્રાંગદ' નામના વિદ્યાધર મુનીશ્વર પધાર્યા છે. તેઓ ત્રિકાળજ્ઞાની છે. મનુષ્યના મનની વાતો પણ કહી દે છે. તેઓની સાથે અનેક મુનિવરો છે.”
સાંભળીને મારા હૃદયમાં હર્ષ થયો. મેં માળીને પ્રીતિદાન આપ્યું.
વસુભૂતિને કહ્યું : 'મિત્ર, વિલાસવતી વગેરે સર્વે સ્વજનોને કહો કે આપણે અત્યારે જ “પારિજાત' ઉદ્યાનમાં જવાનું છે. ત્યાં “ચિત્રાંગદ’ નામના મુનીશ્વર પધાર્યા છે. તેઓનાં દર્શન-વંદન કરી પાવન થઈશું.
હું પરિવાર સાથે રથમાં બેસી, ઉદ્યાનમાં ગયો. ચિત્રાંગદ મુનીશ્વરને જોયા... હું જોતો જ રહી ગયો...!
યૌવન વય.
૮૨૨
ભાગ-૨ # ભવ પાંચમો
For Private And Personal Use Only