________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અદ્ભુત રૂપ કરુણાભીના નયન. મુખ પર સૌમ્યતા... પ્રસન્નતા... શીતળતા... અમે સૌએ ભાવપૂર્વક વંદના કરી. “ધર્મલાભ!' મુનીશ્વરનો ધીર-ગંભીર આશીર્વાદ મળ્યો. અમે વિનયપૂર્વક એમની સામે બેઠા. તેઓએ મધુર વાણીમાં કહ્યું :
નરેન્દ્ર, તમે પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલા પુણ્યનું ફળ ભોગવી રહ્યા છો. ધર્મથી પુણ્યકર્મ સંચિત થાય છે અને પુણ્યકર્મથી સુખનાં સાધન મળે છે. વિદ્યાધરેન્દ્ર, આ જન્મમાં પણ જો તું ધર્મને જીવનમાં સ્થાન આપીશ તો આગામી જન્મોમાં સુખ પામીશ.'
મેં કહ્યું : “ભગવંત, મને ધર્મ સમજાવો.”
મુનીશ્વરે કહ્યું : “સર્વજ્ઞ વીતરાગ તીર્થકર જ મારા પરમાત્મા છે, મહાવ્રતધારી નિર્ગથ સાધુપુરુષો જ મારા ગુરુ છે. અને સર્વજ્ઞભાષિત ધર્મ જ મારો ધર્મ છે.” આવી શ્રદ્ધા તારા હૃદયમાં પેદા થવી જોઈએ, પ્રીતિ પેદા થવી જોઈએ.”
મુનીશ્વરે અમને વિસ્તારથી પરમાત્મસ્વરૂપ સમજાવ્યું, સાધુપુરુષોનું સ્વરૂપ સમજાવ્યું અને ધર્મનું સ્વરૂપ સમજાવ્યું.
મેં કહ્યું : “ભગવંત, મને અણુવ્રતો આપો. હું અત્યારે અણુવ્રતો પાળી શકીશ.” મારી સાથે વસુભૂતિએ પણ અણુવ્રતો સ્વીકાર્યો. મારા હૃદયમાં અપૂર્વ હર્ષ થયો.
મેં મુનીશ્વરને પૂછયું : “ભગવંત, મારા આ જીવનમાં મને અનેક વાર વિલાસવતીનો વિરહ કેમ થયો? અને પૂર્વજન્મમાં મેં એવો કર્યો ધર્મ કરેલો કે જેના ફળસ્વરૂપે મને આ વિદ્યાધરોનું રાજ્ય મળ્યું?'
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન - આ ચાર જ્ઞાનના ધારક વિદ્યાધર મુનીશ્વરે મને મારા પૂર્વજન્મની માનસયાત્રા કરાવવાનો પ્રારંભ કર્યો.
“આ જ ભારતમાં “કાંપિલ્યપુર” નામનું નગર છે.
વર્ષો પૂર્વે ત્યાં “ચંદ્રગુપ્ત' નામનો રાજા હતો. રાણીનું નામ હતું જગસુંદરી. તેમને એક પુત્ર હતો. તેનું નામ હતું રામગુપ્ત. એ રામગુપ્ત એ જ તું. અને આ વિલાસવતી, પૂર્વજન્મમાં ઉત્તરાપથના રાજા તારપીડની હારપ્રભા' નામની પુત્રી હતી. હારપ્રભા સાથે તારાં લગ્ન થયાં હતાં. હારપ્રભાનો તારા પર અત્યંત સ્નેહ હતો. નિષ્કપટ નેહ હતો. એ જ રીતે તારો હારપ્રભા ઉપર અનહદ પ્રેમ હતો. તમે તમારા યૌવનકાળમાં ભરપૂર વૈષયિક સુખો ભોગવતાં હતાં. શ્રી સમરાદિત્ય મહાકથા
૮૩
For Private And Personal Use Only