________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક સમયે... વસંત ઋતુ ખીલી હતી ત્યારે તમે બંને રાજમહેલના ઉદ્યાનમાં ક્રિીડા કરવા માટે ગયાં હતાં. ઉદ્યાનમાં સ્વચ્છ જળથી ભરેલું સરોવર હતું. તમને સરોવરમાં સ્નાન કરવાની ઈચ્છા થઈ. તમે ઉદ્યાનપાલકને બોલાવીને કહ્યું :
‘કુંકુમ અને ચંદનનું વિલેપન તૈયાર કરીને, કેળઘરમાં મૂકી જા. અમે સ્નાન કરીને કેળઘરમાં આવીએ છીએ. તમે સ્નાન કર્યું અને કિનારા પર રહેલા કેળઘરમાં જઈને બેઠાં. તમે એકબીજાના શરીરે વિલેપન કર્યું. ત્યાં સરોવરના કિનારે એક હંસયુગલ આવ્યું. તમને એ યુગલ ગમી ગયું. તમે કેળધરમાંથી પગથિયાં ઊતરીને, હંસયુગલ પાસે ગયાં. હે રાજન, તમે તે હંસિકાને તમારા હાથમાં લીધી અને હારપ્રભાએ હિંસને બે હાથમાં પકડ્યો. તમે હારપ્રભાને કહ્યું :
‘દેવી, આપણે આપણા શરીરે વિલેપન કર્યું છે, તો આ હંસ અને હંસિકાને પણ વિલેપન કરીએ.' તમે હંસિકાને કેસરી રંગથી રંગી દીધી અને હારપ્રભાએ હંસને રંગી દીધો. પછી બંનેને કેળઘરમાં રમતાં મૂકી દીધાં.
તમને તો આનંદ મળ્યો, પરંતુ હંસ-હંસિકા દુઃખી થઈ ગયાં. હંસ હંસિકાને શોધે છે. હંસિકા હંસને શોધે છે! મારી પ્રિયા તો શ્વેત હતી... આ કેસરી છે. મારી પ્રિયા નથી...” હંસ હંસિકાને શોધે છે. હંસિકા હંસને શોધે છે. “મારો પ્રિયતમ તો શ્વેત છે.. આ નહીં...' કેસરી રંગે બંને પંખીઓને ભુલભુલામણીમાં નાખી દીધા, વિરહવેદનાથી બંને પંખી ખૂબ વ્યાકુળ બની ગયાં. મરવા માટે પ્રયત્ન કરવા લાગ્યાં, કરુણ રુદન કરવા લાગ્યાં.
મરવાની ઇચ્છાથી, તે હંસ-હંસિકાએ સરોવરમાં ઝંપલાવી દીધું. તેમણે તરવાનો પ્રયત્ન ના કર્યો... બંને ડૂખ્યાં.... પણ શ્વાસ રોકેલો હતો, અને આયુષ્ય બળવાન હતું. એટલે બંનેનાં શરીર પરથી રંગ ધોવાઈ ગયો અને પાણીની સપાટી ઉપર આવી ગયાં. હંસે હંસિકાને ઓળખી લીધી, હંસિકાએ હંસને.
રાજેશ્વર, તમે તો મનોરંજન માટે એ હંસયુગલને રંગ્યું હતું પરંતુ એથી એ જીવોને જે ઘોર પીડા થઈ, સંતાપ થયો. વેદના થઈ. એમાં તમે બંને નિમિત્ત બન્યાં. તમે પાપકર્મ બાંધ્યાં. એ પાપકર્મ આ જન્મમાં ઉદય આવ્યું. અને તમારા બંનેનો વિરહ થયો... તમે પણ આપઘાત કરવાના બે વાર પ્રયત્ન કર્યા...'
ભગવંત, કારણ કેવું નાનું? અને એનું પરિણામ કેવું ભયંકર? અહો, સંસારમાં તો અમે આવાં દુષ્કૃત્યો હસતાં... રમતાં ઘણાં કરીએ છીએ..”
માટે જ તો સંસારનું પરિભ્રમણ ચાલી રહ્યું છે..”
ભગવંત, આ વિદ્યાસિદ્ધિઓ, આ વિદ્યાધરોનું અધિપતિપણું.. આ સુખભોગ. આ બધાનું કારણ બતાવવા કૃપા કરશો?” ૮૪
ભાગ-૨ # ભવ પાંચમો
For Private And Personal Use Only