________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એઠું કરેલું હોય, પરંતુ જો બોકડો એને સુંધે તો માંસ પવિત્ર થઈ જાય. કારણ કે બોકડો પવિત્ર મુખવાળો હોય છે!
આ માન્યતા મુજબ પાડાઓનું રાંધેલું માંસ મને સુંઘાડવામાં આવ્યું. પછી બ્રાહ્મણોએ માંસભક્ષણ કર્યું. તેઓ ખાઈ-પીને ઊભા થયા પછી રાજા ગુણધર રાણીઓના સમૂહ સાથે જમવા બેઠો.
હું ત્યાં જ ઊભો હતો. મેં ગુણધરને જોયો. મને એ પરચિત લાગ્યો... મારા મનમાં ઊહાપોહ શરૂ થયો. “આને મેં જોયેલો છે, આ મને ગમે છે...” એમ વિચારતાં મને જાતિસ્મરણ” જ્ઞાન થઈ ગયુંપૂર્વજન્મોની પરંપરા જોઈ... હું ધ્રુજી ઊઠ્યો. મને કમકમી આવી ગઈ.. મારી આંખો ભીની થઈ ગઈ. પરંતુ કોઈની દૃષ્ટિ મારા ઉપર ન હતી. રાજાએ બ્રાહ્મણના પગમાં નમસ્કાર કરી કહ્યું :
આટલું માંસ હું પિતાને ધરાવું છું.' એમ કહીને માંસનો એક ભાગ બ્રાહ્મણોને આપ્યો, “આટલું માંસ હું દાદીમાને ધરાવું છું.” એમ કહીને માંસનો બીજો ભાગ બ્રાહ્મણોને આપ્યો. ત્રીજો ભાગ એણે કુળદેવીને ચઢાવવા જુદો રાખ્યો.
હું મારા ઘોર દુર્ભાગ્ય અને કઠોર કર્મો પર આંસુ સારી રહ્યો હતો. માનવભાષામાં બોલી શકતો ન હતો... ને મારી ભાષા રાજા સમજી શકે એમ ન હતો. મેં રાજાને જોયો... રાણીઓને જોઈ... પરંતુ નયનાવલીને ના જોઈ. મેં વિચાર્યું : “એ ક્યાં હશે? ને રાજા સાથે કેમ નથી આવી?
ત્યાં બે દાસીઓનો વાર્તાલાપ મેં સાંભળ્યો.
સુંદરિકા, આ પાડાઓ તો આજે જ માર્યા છે ને? તો પછી આટલી બધી દુર્ગંધ કેમ આવે છે?'
“પ્રેમમંજૂષા, આ પાડાના માંસની ગંધ નથી, પરંતુ રાજમાતા નયનાવલીને અજીર્ણ થવા છતાં, તેણે લોલુપતાથી મત્સ્ય ભોજન કર્યું. તેથી તેણીને કોઢરોગ થયો છે. તેના શરીરમાં ઠેરઠેર કાણાં પડી ગયા છે, તેમાંથી રસી ઝરે છે. એ રસીની આ દુર્ગધ છે.”
“અરે સુંદરિકા, માત્ર મસ્યાહારથી રાણીને કોઢરોગ નથી નીકળ્યો, પરંતુ મહારાજા સુરેન્દ્રદત્તને વિષપ્રયોગથી મારી નાખ્યા, એ ઘોર પાપ આ જ જન્મમાં ફૂટી નીકળ્યું છે. ખેર, જવા દે એ વાત, આપણે બીજી બાજુ જઇએ, નહીંતર વળી એ કોઢી રાણી બૂમ પાડીને બોલાવશે.”
મેં વિચાર કર્યો : “ઓહો... રહસ્ય ખૂલી ગયું! મને ઝેર આપીને મારનારી નયનાવલી હતી! એનાં પાપનાં ફળ એ ભોગવી રહી છે... તો હું એને જોઉં તો ખરો...” હું (બોકડી) પાસેના પડદા પાસે ગયો. પડદાની પાછળ નયનાવલી બેઠેલી હતી. બાજુમાં બેઠેલી બે દાસીઓ એના પર બણબણતી માખીઓને ઉડાવી રહી હતી.
ભાગ-૨ ફુ ભવ ચોથો
For Private And Personal Use Only