________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંભળી.. હું પૂજી ઊઠ્યો... “મારું માંસ મારી પત્ની અને મારો પુત્ર ખાશે!' મને કર્મોની વિચિત્રતા પર તિસ્કાર છૂટ્યો.
જ્યાં સુધી હું મહેલમાં હતો રાજા યશોધરરૂપે, ત્યાં સુધી રાજમહેલમાં માંસાહાર નહોતો થતો. મારા મૃત્યુ પછી પુત્ર અને પુત્રની માતાએ માંસાહાર શરૂ કરી દીધો હતો. પુત્ર ગુણધર તો માંસાહાર કરતો હતો. શિકાર કરતો હતો અને જુગાર પણ રમતો હતો.
નયનાવલીએ મોટી છરી મંગાવી. એણે જાતે જ મારો પાછળનો ભાગ કાપી બ્રાહ્મણોને મોકલી આપ્યો..
મારો પાછળનો ભાગ કપાઈ જવા છતાં, હું મર્યો નહીં! તે પછી નયનાવલીએ બાકી રહેલા શરીરના ટુકડા કર્યા. ચુલા પર ચઢાવ્યા. તેમાં તેલ નાખ્યું. તેલ ઊકળવા માંડ્યું. પછી નયનાવલીએ એમાં વિવિધ મસાલા નાખ્યા. મારું મૃત્યુ થયું.
૦ ૦ ૦ ધનકુમારે પૂછ્યું : ભગવંત, પેલો શિશુમાર જળચર મરીને ક્યાં જમ્યો, કે જે આપની માતાનો જીવ હતો?
મુનીશ્વરે કહ્યું : વિશાલાનગરીના ચંડાળના વાડામાં તે બકરીરૂપે જન્મી હતી. હું એના પેટે બકરારૂપે આવ્યો. મારો જન્મ થયો. જ્યારે હું યુવાન બન્યો, મારામાં પ્રબળ મોહવાસા જાગી. ત્યાં બીજી કોઈ બકરી તો હતી નહીં. મારી મા હતી... હું મૈથુન-સેવન કરવા માટે એના પર ચઢી ગયો. આ દશ્ય અમારા ગોવાળે જોયું. ગોવાળને ભયંકર ક્રોધ આવ્યો. મને એણે ત્યાં જ મારી નાખ્યો.
પરંતુ મરતા પહેલાં મેં બકરીમાં વીર્ય-બીજ મૂકી દીધું હતું. હું એમાં જ ગર્ભરૂપે ઉત્પન્ન થયો! મારા જ વીર્યમાં મારું ગર્ભાધાન થયું... કેવો મારો પાપોદય?
હજુ મારો જન્મ નહોતો થયો. બકરી ધીરેધીરે જંગલમાં ચાલી રહી હતી... ત્યાં તેના પેટમાં એક તીર આવીને ખૂંપી ગયું. રાજા ગુણધરે તેનો શિકાર કર્યો હતો. બકરી જમીન પર પડી ગઈ.. રાજા દોડતો બકરી પાસે આવ્યો. તે ખૂબ રાજી થયો. “તીર બરાબર લાગ્યું!' એમ વિચારી, તેણે બકરીને ગર્ભવતી જોઈ. તેણે નોકર પાસે પેટ ચિરાવી, મને બહાર કાઢયો. મને ઘોડા પર નાખી તે નગરમાં લઈ ગયો. પશુપાલકને સોંપ્યો. હું મોટો થતો ગયો.
એ અરસામાં રાજાએ કુળદેવીની મહાપૂજા કરાવી. “હું શિકારમાં હંમેશાં સફળતા મેળવું' -આ ભાવનાથી પૂજનની સાથે એણે પંદર પાડાઓનો વધ કરાવ્યો, માંસ રંધાવ્યું. બ્રાહ્મણોને ભોજન માટે બેસાડી દીધા.
એ પ્રદેશમાં બ્રાહ્મણોની એવી માન્યતા હતી કે માંસ ભલે કાગડા, કૂતરાઓએ
શ્રી સમરાદિત્ય મહાકથા
ઉ૫
For Private And Personal Use Only