________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરંતુ પાણી સારું ન હતું; તેથી લોકો એ નદીને ‘દુષ્ટોદક’ કહેતા હતા. એ નદીમા હું મત્સ્યરૂપે જન્મ્યો. જલચર પ્રાણીનો મને ભવ મળ્યો.
મારી માતા કે જે સર્પરૂપે હતી, જેણે મને ભક્ષ્ય બનાવ્યો હતો, તે પણ કાળક્રમે મૃત્યુ પામી. મરીને, એ જ નદીમાં એનો જન્મ થયો. ‘શિશુમાર' નામના જલચર પ્રાણીનો ભવ મળ્યો. અમે બંને એક જ નદીમાં જન્મ્યા! અમારાં કર્મોએ જ અમને ત્યાં ભેગા કર્યા હતાં.
એ શિશુમાર પ્રાણી, મારા કરતાં મોટું અને મારા કરતાં વધારે બળવાન હતું. એક દિવસ એણે મને મારા પૂછડાના ભાગથી પકડ્યો. હું છૂટવાનો પ્રયત્ન કરતો હતો, ત્યાં જ બીજી ઘટના બની.
રાજાના રાણીવાસની દાસીઓ એ નદીમાં સ્નાન કરવા માટે આવી. તેઓ એમની મસ્તીમાં હતી. એક દાસીએ સ્નાન કરતા નદીમાં ઝંપલાવ્યું. શિશુમાર જલચરે દાસીને જોઈ. મને છોડીને, એણે ડૂબકી મારી... જ્યાં દાસી સ્નાન કરતી હતી ત્યાં જઈને દાસીનો પગ પકડ્યો, હું ત્યાંથી દૂર ભાગી ગયો. દાસીએ બૂમાબૂમ કરી મૂકી : ‘મને જલચરે પકડી... બચાવો, બચાવો,’
ત્યાં બીજી દાસીઓએ પણ જોરજોરથી બૂમ પાડવા માંડી. આસપાસના લોકો ભેગા થઈ ગયા. તેમણે પેલી દાસીને પકડી રાખી. કારણ કે શિશુમાર જલચર તેને ખેંચીને લઈ જવાનો પ્રયત્ન કરતો હતો. માછીમારો આવ્યા. પાણીમાં પડ્યા દાસીને છોડાવી, શિશુમાર જલચરને પકડ્યો. કિનારે લઈ આવ્યા... ને ત્યાં એના ટુકડા કરી નાખ્યા. શિશુમાર મર્યો.
કેટલાક દિવસો પછી માછીમા૨ોની એક જાળમાં હું ફસાઈ ગયો! મને કિનારે લઈ જવામાં આવ્યો. માછીમારોએ પરસ્પર વિચાર કર્યો : ‘આ મહામત્સ્ય છે. જીવતો છે. આપણે મહારાજા ગુણધરને ભેટ આપીએ! રાજા આપણને ખૂબ સોનામહોરો આપશે.'
મને રાજા ગુણધર પાસે લઈ ગયા, રાજાને અર્પણ કર્યો. રાજાએ માછીમારોને સોનામહોરો આપી ખુશ કર્યા. રાજા મને, માણસો પાસે ઉપડાવી નયનાવલી પાર્સ લઈ ગયો! નયનાવલીને રાજાએ કહ્યું :
‘માતાજી, આ ‘રોહિત' જાતિનો મહામત્સ્ય છે. બહુ દુર્લભ મત્સ્ય છે. મારી ઇચ્છા એવી છે કે આ મત્સ્યનો પાછલો પુચ્છભાગ કાપી, તેને પકાવરાવી, દાદીમાના અને પિતાજીના પુણ્યાર્થે, બ્રાહ્મણોને ભોજન માટે આપો. ઉપરનો ભાગ તેલમાં તળાવીને પકાવીને, મસાલાઓ નાખીને, આપણે બંને ખાઈશું...'
મેં ત્યાં નયનાવલીને જોઈ... આને મેં ક્યાંક જોઈ છે...' મારા ચિત્તમાં ઊહાપોહ ચાલુ થયો. એના તરફ મારું મન ખેંચાણું પણ ખરું... મને ત્યાં પૂર્વજન્મ (સુરેન્દ્રદત્ત - નયનાવલીનો) યાદ આવી ગયો. જાતિસ્મરણ જ્ઞાન થયું! મેં મારા પુત્રની વાત
કચ્છ
ભાગ-૨ * ભવ ચોથો
For Private And Personal Use Only