________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થનાવલીના કાળા પડી ગયેલા શરીરમાંથી પરુ ઝમી રહ્યું હતું. અસંખ્ય માખીઓ ઉડી રહી હતી. તેની લાલ-લાલ આંખો બહાર નીકળી આવી હતી. તેની આંગળીઓ સડી ગઈ હતી. તેની છાતીનો ભાગ લબડી પડયો હતો... તેમાંથી પણ રસી ટપકતી હતી. તેના માથાના વાળ ખરી પડ્યા હતા... તેના પરવાળા જેવા હોઠ કાળા પડી ગયા હતા... તેનું મુખ વિરૂપ બની ગયું હતું. તેના પગ સડી ગયા હતા.
મને ઝેર આપીને મારી નાખવાની મારી એ પ્રિયતમાની આ દુઃખભરી અવસ્થા જોઈને હું વિશ્વળ બની ગયો. મારા મનમાં એના પ્રત્યે અનુંકપા જન્મી... પરંતુ જ્યાં પેલો કૂબડો સ્મૃતિમાં આવ્યો કે.. રોપથી મારાં નસકોરાં ફૂલવા માંડ્યા. મારા જાતિસ્મરણ જ્ઞાને મને અત્યંત વ્યથિત કરી દીધો...
ત્યાં રાજાએ રસોઈયાને કહ્યું, “મને પાડાનું માંસ ના ભાવ્યું, બીજું કંઈ પણ મને જલ્દી આપ,
બીજું કોઈ તૈયાર ભોજન ત્યાં હતું નહીં. રસોઈયો ગભરાયો. વિલંબ કરાય એમ ન હતો.. રસોઈયાની દષ્ટિ મારા ઉપર પડી. મારો પુષ્ટ દેહ જોઈને, તરત જ એ મારાં બે શિંગડા પકડીને રસોડામાં લઈ ગયો. તીક્ષ્ણ છરાથી એણે મારી સાથળ કાપી નાખી. સાથળમાં મસાલા ભરી તરત જ રાંધી નાખી. રાજાને જઈને પીરસી દીધી. રાજાએ એમાંથી થોડું માંસ કાપીને “આ મારા પિતાના ભાગનું...' એમ કહીને બ્રાહ્મણોને આપ્યું. થોડું નયનાવલીને મોકલ્યું, અને શેષ પોતે ખાધું.
રાજાએ પશુપાલકને કહ્યું : “આ બોકડાને લઈ જા. તારી પાસે રાખજે, અવસરે કામ લાગશે. એનું માંસ સ્વાદિષ્ટ છે.” મને ઉપાડીને પશુપાલક એક વાડામાં લઈ ગયો, ત્યાં એક ખૂણામાં મને પટકી દીધો.
૦ ૦ ૦ જે બકરીનો (મારી માતા) રાજાએ શિકાર કર્યો હતો, તે મરીને કલિંગ દેશમાં પાડો થઈ હતી. જ્યારે તે પાડો મોટો થયો ત્યારે તેના માલિકે એના પર ભાર ભર્યો અને એને લઈને તે વિશાલાનગરીમાં આવ્યો. એના પરથી બધો માલસામાન ઉતારી લઈ, એના માલિકે એને નદીમાં પાણી પીવા અને સ્નાન કરવા છૂટો મૂક્યો.
એ જ સમયે રાજાનો પ્રિય અશ્વ, એના વછેરા સાથે સ્નાન કરવા નદીકિનારે લાવવામાં આવ્યો હતો. પેલા પાડાએ વછેરાને જોયો.. ને રઘવાયો થયો... તેણે શ્રી સમરાદિત્ય મહાકથા
કર૭
For Private And Personal Use Only