________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘તેઓનાં દર્શન કરીને, હું ધન્ય બનીશ. તેઓ ત્રિકાળજ્ઞાની છે. તેઓ વીતરાગ જેવા શાન્ત-પ્રશાન્ત છે.’
‘કુમાર, ભોજનવેળા થઈ ગઈ છે, ચાલો આપણે સાથે જ ભોજન કરીશું.’
બહુ આગ્રહ કરી કરીને, તપસ્વિનીએ મને ભોજન કરાવ્યું. વિલાસવતીને પણ એમની સાથે જ ભોજન કરાવ્યું. ત્યાર પછી વિલાસવતીએ તપસ્વિનીને કહ્યું : ‘અમે સરોવરની પાળે જઈએ છીએ... એમને મારે હંસનાં જોડાં, સારસનાં જોડાં, મેનાપોપટનાં જોડાં બતાવવાં છે. મારાં પ્રિય મૃગશાવકો પણ બતાવવાં છે...!’ તપસ્વિની હસી પડ્યાં.
‘અહીં તો આ જ બધું બતાવવાનું છે ને, બીજું તો અહીં શું દર્શનીય છે?’
મેં કહ્યું : ‘ભગવતી, બીજે જે દૃશ્યો જોવાં દુર્લભ છે, એ દશ્યો અહીં જોવાં મળે છે. મને ખૂબ ગમે છે.’
તપસ્વિનીએ કહ્યું : ‘ચાલો, હું પણ સાથે આવું છું.' વિલાસવતી તપસ્વિની ભગવતીને ભેટી પડી. બે હાથે તાલી પાડી નાચી ઊઠી... તેણે ભગવતીની આંગળી પકડી લીધી. હું અને ભગવતી સાથે ચાલવા માંડ્યાં...
‘કુમાર, હું તો વારંવાર જગદીશ્વરનો આભાર માનું છું કે તમે મળી ગયા અને આ મારી પુત્રીના પ્રાણ બચી ગયા...' વિલાસવી શરમાઈ ગઈ.
‘જોકે ભગવાન ક્લપતિના વચન પર મને શ્રદ્ધા હતી જ. તમે મળશો જ... પરંતુ, જ્યારે તાપસકુમારોને તમે ના મળ્યા, ત્યારે હું સહેજ વિચલિત થઈ ગઈ હતી... પરંતુ શ્રદ્ધા સાથે, ભગવાન કુલપતિનું સ્મરણ કરીને, હું શોધવા નીકળી... અને તમે મળી ગયા.’
'ભગવતી, હું આપને મળી ગયો... તેવી રીતે આપ મને મળી ગયા. એને હું મારું પરમ સૌભાગ્ય માનું છું. આપની પૂર્વાવસ્થાનો આપે કહેલો વૃત્તાંત, મારી સ્મૃતિમાં આવે છે... ત્યારે હું વિહ્વળ બની જાઉં છું. ક્યાં આપ વિદ્યાધર-યુવરાશી, અને ક્યાં આ તાપસીનું જીવન...'
‘કુમાર, આર્યપુત્રના વિયોગ પછી, મને મળી ગયેલું આ જીવન ખરેખર, મને ગમી ગયું છે. કુલપતિના સાન્નિધ્યમાં, હું પરમ શાન્તિ અનુભવું છું.’
‘ભગવતી, મારો પ્રશ્ન અનુચિત હોય તો ક્ષમા કરજો... પણ મારે જાણવું છે કે આ તાપસીજીવનમાં, શું આપને ક્યારેય વૈષયક સુખો ભોગવવાની ઇચ્છા નથી જાગતી?’
તપસ્વિની હસી પડ્યાં.
‘કુમાર, જન્મ-જન્માંતરનાં સંસ્કારો લઈને, આપણો જીવ આવ્યો છે, તેમાં વિષયભોગનાં સંસ્કારો વિશેષરૂપે હોય છે. પરંતુ એ સંસ્કારો, તેને અનુરૂપ નિમિત્તો મળતાં જાગે છે... નબળું અને નવરું મન એ સંસ્કારોથી ઘેરાય છે. આવા
શ્રી સમરાદિત્ય મહાથા
For Private And Personal Use Only
૩૫૧