________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: “અત્યારે તો આશ્રમવાસી જ છીએ. જોકે મને લાગે છે દૂધ અને ફળ ઉપર આપણે વધુ સમય નહીં રહી શકીએ અહીં.'
“મને તો અહીંની ગાયોનું દૂધ બહુ ભાવે છે. અને ફળ કેવાં મધુર છે? આવાં બધાં ફળ તો જીવનમાં પહેલી જ વાર ખાવા મળ્યાં. અને ખવરાવનાર પણ કેવાં સરળ સ્નેહી અને અતિથિસત્કારની ઉચ્ચ ભાવનાવાળા આશ્રમવાસીઓ છે! સુંદરી, આપણે તો અહીં જ રહી જઈએ. નથી જવું શ્વેતામ્બી..'
પછી રાજ્યના ઉત્તરાધિકારી કોણ બનશે? રાજ્યની પ્રજાનું પાલન કોણ કરશે? આપ આપનાં માતા-પિતાના એકના એક પનોતા પુત્ર છો. એટલે ગમે ત્યારે જવું તો પડશે જ શ્વેતામ્બી.'
તેં તો બહુ લાંબા. દૂરના વિચારો કરવા માંડ્યા. મારા ગૃહત્યાગ પછી કદાચ મારા નાના ભાઈનો જન્મ થયો પણ હોય... અને એ ભવિષ્યમાં રાજા બની શકે? છતાં એક વાર... માતા-પિતાને મળવાની ઇચ્છા તો મનમાં છે જ. પણ ઉતાવળ નથી.. અને, જ્યાં સુધી મારો પ્રાણાધિક પ્રિય મિત્ર વસુભૂતિ ના મળે ત્યાં સુધી તો શ્વેતામ્બીમાં પગ મૂકવો નથી.”
નાથ, શું તમારા એ મિત્ર જીવંત હશે?” મારું મન કહે છે કે એ જીવંત જ હોવો જોઈએ...”
હું વસુભૂતિના વિચારોમાં ખોવાઈ ગયો. મારા મુખ પર ગ્લાનિ તરી આવી. તેથી વિલાસવતી ચિંતિત થઈ... મારો હાથ પકડીને બોલી : “નાથ, તેઓ જીવંત છે, પછી ચિંતા શા માટે કરો છો? જેમ અચાનક હું મળી આવી, તેમ અચાનક તેઓ મળી આવશે. ચાલો, આપણે પુષ્પો લેવાનાં છે, કાષ્ઠ લેવાનાં છે... ફળ પણ લેવાનાં છે... મધ્યાહુન સમયે આશ્રમમાં પહોંચી જવાનું છે.'
એણે મારો હાથ પકડ્યો ને અમે ત્યાંથી ઉપવનમાં ગયાં.
અમે જ્યારે પુષ્પ, કાષ્ઠ, ફળ આદિ લઈને, આશ્રમમાં પહોંચ્યા ત્યારે મધ્યાન વેળા થઈ ગઈ હતી. તપસ્વિની અમારી પ્રતિક્ષા કરી જ રહી હતી. તેણે મારા હાથમાંથી ફળોની છાબડી લઈ લીધી અને કહ્યું : “કુમાર, અમે અતિથિને આવાં કોઈ કાર્ય સોંપતાં નથી, પરંતુ...' તેમણે વિલાસવતી સામે જોયું, અને વાક્ય પૂરું કર્યું : આ મારી પુત્રીના આગ્રહથી તમને કાર્ય સોંપ્યું.”
મેં કહ્યું : “મને આનંદ થયો! અહીં હું રાજકુમાર નથી, ભગવતી, અહીં હું ઋષિકુમાર જેવો છું.”
કુમાર, તમને શુભ સમાચાર આપું છું. આવતી કાલે પ્રભાતે, ભગવાન કુલપતિ અહીં પધારી જવાના છે.'
૭પ૦
ભાગ-૨ # ભવ પાંચમો
For Private And Personal Use Only