________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આશ્રમજીવનમાં, નથી એવા નિમિત્તો મળતાં કે નથી મન નવરું પડતું... એટલે એ વિષયભોગની ઇચ્છા જાગવાનો પ્રશ્ન જ નથી... છતાં, ક્યારેક મન દ્વંદ્વમાં ફસાય છે... ત્યારે હું કુલપતિ પાસે દોડી જાઉં છું... તેમનું સાન્નિધ્ય માત્ર મને એ હંમાંથી મુક્ત કરી દે છે... ચાલો, હવે. સરોવર આવી ગયું છે! હું સરોવરની પાળે બેસી ધ્યાન કરીશ. તમે બંને યશેચ્છ ક્રીડા કરો.’
વિલાસવતીને મારી અને ભગવતીની વાતોથી કદાચ કંટાળો આવ્યો હશે એમ સમજીને મેં કહ્યું : ‘સુંદરી, અમારી વાતો ગમી તને?’
‘કેમ ન ગમે? તમે બંને ગમો છો... એટલે તમારી વાતો મને ગમે જ!’ તેના મુખ પર પ્રસન્નતા તરી આવી. અમે સરોવરમાં ઊતરીને, નીચેના પગથિયા પર બેઠાં, જાણે કે વિલાસવતીની રાહ જોતાં હોય તેમ હંસ... સારસ... વગેરે તરતાં તરતાં પાસે આવ્યાં, વિલાસવતીએ એમના માથે હાથ મૂક્યો. પક્ષીઓએ પાંખો ફફડાવી... આનંદના સૂરો વહાવ્યાં. વૃક્ષની ડાળ પર બેઠેલાં મેના અને પોપટ પણ વિલાસવીના ખભા પર બેસી ગયાં. વિલાસવતી એમને રમાડવા માંડી. હું એ ક્રીડા જોઈ રહ્યો. મારું મન પ્રસન્નતાથી ભરાઈ ગયું. લગભગ એક ઘટિકા ત્યાં પસાર કરીને, અમે પાસેની વૃક્ષઘટામાં પ્રવેશ કર્યો... કે મૃગશાવકોનું એક ટોળું આવી લાગ્યું. અમને ઘેરી લીધા. એમના મુલાયમ ચહેરા અમારા પગ સાથે ઘસવા માંડ્યાં... મેં તો બે બચ્ચાઓને બે હાથમાં ઉઠાવી લીધાં, પરંતુ બચ્ચાઓનું મુખ વિલાસવતી તરફ હતું. મેં એને બંને બચ્ચા આપી દીધાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પશુઓનો પ્રેમ, પશુઓનું મમત્વ... કેટલું નિર્દોષ હોય છે... તે મેં પ્રત્યક્ષ જોયું. પશુ-પક્ષીઓને આશ્રમમાં અને આશ્રમ પરિસરમાં અભય હતું. કોઈ એમનો શિકાર કરી શકતું નહીં. કુલપતિની એ સમગ્ર દ્વીપ ઉપર આણ હતી.
મેં વિલાસવતીને કહ્યું : ‘સુંદરી, જ્યારે આપણે આ આશ્રમ છોડી જઈશું... ત્યારે આ બિચારાં પશુ-પક્ષીઓનું શું થશે?'
‘મારું શું થશે નાથ? એમ પૂછો!'
‘પ્રશ્ન જટિલ છે!'
‘અત્યારે શા માટે ચિંતા કરો છો...?' ભગવતી તપસ્વિનીનો પાછળ થી અવાજ આવ્યો. તેઓ અમારી પાસે આવી રહ્યાં હતાં.
‘ભગવતી, આજે નહીં તો કાલે, ગમે ત્યારે અહીંથી જવાનું તો છે જ. અમે સંસારી... વિષયાસક્ત જીવો આ આશ્રમમાં રહેવા માટે યોગ્ય પણ નથી ને?'
૭૫૩
તપસ્વિનીની આંખો ભીની થઈ. વિલાસવતીએ આંખો દ્વારા મને ઠપકો આપ્યો. હું મૌન થઈ ગયો.
‘કુમાર, વર્તમાનમાં જીવો...
*
For Private And Personal Use Only
ભાગ-૨ ભવ પાંચમો