________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વતો લેવા કહ્યું ત્યારે રાજાએ કહ્યું : “ભગવંત, આપે દીક્ષા લીધી તે દિવસથી હું જૈનધર્મ પાળું છું.'
બહુ સરસ! વત્સ, સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખજે, દીનાનાથ જીવોને દાન આપજે અને દુઃખી જીવો ઉપર દયા કરજે.”
નગરમાંથી હજારો સ્ત્રી-પુરુષો ઉદ્યાનમાં આવવા લાગ્યાં. સહુ રાજર્ષિ જયકુમારનાં દર્શન-વંદન કરી હર્ષવિભોર થવા લાગ્યા. કુશળપૃચ્છા કરવા લાગ્યા. વ્રતો અને નિયમો ગ્રહણ કરવા લાગ્યા. નગરજનોએ વધુ સમય કાકંદીમાં સ્થિરતા કરવાની પ્રાર્થના કરી. મુનિરાજે પોતાની મર્યાદા બતાવતાં કહ્યું : “વિના કારણે અમે એક ગામ-નગરમાં એક મહિનાથી વધુ રહી શકીએ નહીં.
રોજ મુનિરાજ એક પ્રહર ધર્મદેશના આપે છે. - રોજ રાજા અને પ્રજા દર્શન-વંદન-શ્રવણ કરવા આવે છે.
કાકંદીમાં જાણે ધર્મની મોસમ આવી હોય, તેવું વાતાવરણ સર્જાઈ ગયું છે.
રાજા વિજયના ચિત્તમાં રૌદ્રધ્યાન ચાલી રહ્યું છે. “જ્યારે અને કેવી રીતે મારા દુશ્મન... આ મુનિને મારું? પંદર દિવસ તો પસાર થઈ ગયા... હવે મારે કામ પતાવવું જોઈએ.'
તેણે સાગર-નાગરને બોલાવ્યા, કહ્યું : “તમે આજે પહેલા બે પ્રહર રાત્રિના પૂરા થયા પછી, ઉધાનનાં દ્વારે પહોંચી જજો. હું ત્યાં આવી જઈશ. આજે રાત્રે કામ પતાવી દેવું છે...”
જેવી આપની આજ્ઞા.' સાગર-નાગર ચાલ્યા ગયા. રાજાએ રાત્રે પહેરવાનાં વસ્ત્રો તૈયાર રાખ્યાં. કટારી તૈયાર કરી રાખી.
તેનામાં અતિ ઉગ્ર વેરભાવના જાગી ગઈ હતી.
તે મૂઢ બની ગયો હતો. તેની કર્મપરિણતિએ જ એને મૂઢ બનાવી દીધો હતો. તે મુનિહત્યા કરવા ઉત્તેજિત થઈ ગયો હતો.
રાત્રિનો અંધકાર પૃથ્વી પર પથરાયો.
બે પ્રહર પૂરા થયા. ચંદ્રોદય ઉદ્યાનના પ્રવેશદ્વાર પાસે રાજા કાળાં વસ્ત્રોમાં પહોંચી ગયો. સાગર અને નાગર ત્યાં ઊભા જ હતા. ચૂપચાપ તેઓ ઉદ્યાનમાં પ્રવેશ્યા. સહુથી આગળ સાગર ચાલ્યો, પછી પચાસ ગજના અંતરે રાજા ચાલ્યો, અને એની પાછળ દસ ગજના અંતરે નાગર ચાલ્યો. નીરવ શાંતિ હતી ઉદ્યાનમાં, ક્યારેક ક્યારેક ગામ તરફથી કૂતરાના ભસવાનો અવાજ આવતો હતો...
જે પ્રદેશમાં મુનિવરોનો નિવાસ હતો, એ પ્રદેશ તરફ એ ત્રણે પહોંચી ગયા. જે વૃક્ષની નીચે જયમુનીશ્વર ધ્યાનસ્થ દશામાં ઊભા હતા, એ વૃક્ષની પાછળ જઈને, રાજા ઊભો રહી ગયો. સાગર અને નાગર થોડે દૂર એક વૃક્ષની પાછળ સંતાઈને ઊભા રહ્યા. શ્રી સમરાદિત્ય મહાકથા
૮૫૧
For Private And Personal Use Only