________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મુનિરાજ જયકુમારનું હૃદય મૈત્રીભાવથી વિશુદ્ધ બનેલું હતું. જિનવચનના હાર્દને તેઓ પામેલા હતા, શરીર ઉપરનું મમત્વ છૂટી ગયેલું હતું. ઉજ્જવલ લેશ્યાઓથી પરમ ઉપશમભાવ પ્રાપ્ત થયો હતો. નિરતિચાર ચારિત્ર પરિણત થયું હતું. ઘણાં ઘણાં ક્લિષ્ટ કર્મોથી તેમણે મુક્તિ મેળવી હતી. પરમાત્મ-ધ્યાનમાં લીન બનેલા હતા...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ જ વખતે રાજાએ પૂરી તાકાતથી મુનિરાજના ગળા પર તલવારનો પ્રહાર કરી દીધો. ધડ પરથી માથું જુદું થઈ ગયું... ધરતી પર પડી ગયું... પાસે જ રહેલા એક મુનિરાજ જાગી ગયા... તેમણે રાજાને લોહી-ખરડાયેલી તલવાર સાથે જોઈ લીધો...’ અરે, આ તો વિજયરાજા છે... તેણે મુનીશ્વરનો વધ કર્યો? અહો... કર્મોની કેવી વિચિત્રતા છે?’ રાજા કટારી ત્યાં જ ફેંકીને, ભાગી ગયો. એના બે સાથી પણ
ચાલ્યા ગયા...
મુનિહત્યાને નજરે જોનારા મુનિવરે બધા મુનિરાજોને જગાડી દીધા. જ્યાં મુનીશ્વર જયકુમારનો કપાયેલો દેહ પડ્યો હતો, ત્યાં સહુ ભેગા થયા.
ગીતાર્થ મુનિવરે કહ્યું : ‘પ્રભાત પૂર્વે આપણે અહીંથી વિહાર કરી દઈએ કારણ કે પ્રભાતે જ્યારે લોકો આ હત્યા જાણશે... ત્યારે નગરમાં હાહાકાર થશે. ઉદ્યાન હજારો સ્ત્રી-પુરુષોથી ભરાઈ જશે. હત્યારાની શોધ થશે. જો આપણે અહીં હોઈશું તો રાજપુરુષો આપણને પૂછશે. આપણાથી સાચું પણ નહીં બોલી શકાય અને ખોટું પણ નહીં બોલી શકાય. સાચું બોલીશું તો પ્રજાજનો રાજાને મારી નાખશે. ખોટું બોલીએ તો આપણું વ્રત ભાંગે માટે અત્યારે જ નીકળી જઈએ. હજુ એક પ્રહર રાત્રિ શેષ છે. આપણે ઠીક ઠીક દૂર નીકળી જઈશું. ગુરુદેવ પણ દસ કોશ દૂર રહેલા છે. પ્રભાત પછી આપણે ગુરુદેવની પાસે પહોંચી જઈશું.’
મુનિવરોએ મૃતદેહને આંસુભીની આંખે પ્રણામ કર્યા... અને ચાલી નીકળ્યા. સૂર્યોદય પછી એક પ્રહર દિવસ ચઢે, તેઓ આચાર્યશ્રી સનકુમારનાં ચરણોમાં પહોંચી ગયા. આચાર્યદેવને નમન કરી, બે હાથ જોડી સાધુઓ પંક્તિબદ્ધ ઊભા રહી ગયા. સહુનાં મુખ મ્લાન હતાં, આંખો ભીની હતી.
ગુરુદેવે પૂછ્યું : ‘રે શ્રમણો, જયમુનીશ્વર ક્યાં રોકાયા છે?’
ગીતાર્થ મુનિએ કહ્યું : 'ભગવંત, રાત્રિના ત્રીજા પ્રહરમાં જયમુનીશ્વર જ્યારે ધ્યાનનિમગ્ન હતા ત્યારે તેઓ હણાયા...’
આચાર્યદેવ વ્યથિત થઈ ગયા. તેઓ બોલ્યા : ‘જયમુનિ હણાયા? કોણે હણ્યા? મહા અનર્થ થઈ ગયો....
ટપ્પર
‘ગુરુદેવ, હણનાર હતો સ્વયં રાજા વિજય. રાજર્ષિનો નાનો ભાઈ...’
‘અહો, કર્મોની કેવી પરિણતિ છે? વિજયરાજાના કેવાં ઘોર પાપકર્મ ઉદય આવ્યાં? સગા ભાઈને... કે જેઓ મુનિ હતા... ઉચ્ચ કોટિના શ્રમણ હતા... તેમને
ભાગ-૨ * ભવ પાંચમો
For Private And Personal Use Only