________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારી નાખ્યા... અરે રે, એ રાજાએ કેવાં તીવ્ર પાપકર્મ બાંધી લીધાં? એ જીવ મનુષ્યજીવન હારી ગયો...”
ભગવંત, જયમુનીશ્વર કાળધર્મ પામી, કઈ ગતિમાં ઉત્પન્ન થયાં છે?' “હે મુનિવરો, જયમુનીશ્વર સમાધિમૃત્યુ પામ્યા છે. તેમનો આત્મા “આનત' નામના દેવલોકમાં ઉત્પન્ન થયો છે. “શ્રીપ્રભ” નામના વિમાનમાં તેઓ વૈમાનિક દેવ થયા છે.
ખેરખર, તેઓ તો નિકટના કાળમાં મુક્તિ પામનારા મહાપુરુષ છે. તેઓનું નિર્વાણ નિશ્ચિત છે. પરંતુ આપણને એક શ્રેષ્ઠ શ્રમણની ખોટ પડી. એમનામાં એવા એવા ગુણો હતા... એવું એમનું ઉત્કૃષ્ટ પુણ્ય હતું... કે મારું મન પણ તેમના તરફ આકર્ષાયેલું હતું. રાજામાંથી 2ષ બનેલા એ મહાત્મા, ક્યારેય ભુલાશે નહીં. યૌવનકાળમાં શ્રમણ બન્યા.... અને યૌવનકાળમાં જ સમાધિ મૃત્યુને વર્યા.
૦ ૦ ૦ “હે શ્રમણો, આવા સમાધિમૃત્યુની અત્મિકાંક્ષા કરજો.”
પ્રભાતે વનપાલકે જયમુનીશ્વરનો કપાયેલો. લોહીના ખાબોચિયામાં પડેલો દેહ જોયો. એક બાજુ ધડ પડ્યું હતું. બીજી બાજુ મસ્તક પડ્યું હતું. વનપાલક બેબાકળો બની ગયો... તેની આંખો પહોળી થઈ ગઈ. એક બાજુ લોહીથી ખરડાયેલી કટારી મળી આવી....
તે નગરના ઊભા બજારે દોડતો ગયો.“રાજર્ષિ જયકુમારની હત્યા થઈ છે. દોડો.... દોડો...”
રાજા અને પ્રજા સહુ ઉદ્યાનમાં દોડી ગયા. સહુ રડી પડ્યા. હત્યારાને ઘોર ફિટકાર આપવા લાગ્યા... કાકંદીના રાજા, રાજર્ષિ બનીને કાકંદીમાં જ હણાયા. ચંદનની ચિતામાં રાજર્ષિનો મૃતદેહ ભસ્મીભૂત થઈ ગયો.
૦ ૦ ૦ હજુ ચિતાની રાખ ઠરી પણ નહીં હોય, પ્રજાનો કલ્પાંત શમ્યો પણ નહીં હોય... રાજા વિજયના શરીરમાં એકસાથે સોળ રોગ ફાટી નીકળ્યાં. છે તેનું શરીર કાળું પડી ગયું. પેટમાં અને છાતીમાં અસહ્ય વેદના ઊઠી. વાણી હરાઈ ગઈ. બોલાવાનું બંધ થઈ ગયું.... હાથ-પગ દોરડી જેવા થઈ ગયા... જ પેટ ફૂલી ગયું.... છે શરીરે સોજા આવી ગયા,
એક વર્ષ સુધી ઘોર પીડા સહન કરીને, તે મર્યો. મરીને તે “પંકપ્રભા” નારકીમાં ચાલ્યો ગયો... શ્રી સમરાદિત્ય મહાકથા
૮૫૩
For Private And Personal Use Only