________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાદેવી અજિતબલાની પરમ છત્રછાયા હતી મારા પર, જાણે કે રાજ્યની રક્ષા તેઓ જ કરતાં હતાં! ખરેખર, રાજા બન્યા પછી મારે એક પણ યુદ્ધ કરવું પડ્યું નથી! પડોશી વિદ્યાધર રાજયો અને મિત્ર વિદ્યાધર રાજ્યોએ ક્યારેય મારી સાથે વિશ્વાસઘાત કર્યો નહીં કે દુશ્મનાવટભર્યો વ્યવહાર કર્યો નહીં. સહુની સાથે મારો મૈત્રીભર્યો સંબંધ રહ્યો. પ્રજાજનો પણ સંતુષ્ટ હતા. રાજ્યના અધિકારીઓ પણ મને વફાદાર હતા.
રાજસભામાં મોટા ભાગે ગીત-નૃત્ય અને કલા-પ્રદર્શન થતાં. ક્યારેક વિદ્વાન પુરુષોની તત્ત્વચર્ચાઓ થતી. ક્યારેક કોઈ પરદેશી પુરુષોના અનુભવો સાંભળવા મળતા.
રાજનીતિમાં કોઈ કાવાદાવા થતા નહીં. કોઈ પ્રપંચ થતો નહીં. કોઈ વિખવાદ થતો નહીં. ક્યારેક કોઈ મતભેદ ઊભો થતો તો મંત્રીઓ એનું સારી રીતે નિવારણ કરતા.
કુમાર અજિતબલ તરુણવયમાં પ્રવેશ્યો હતો. વિલાસવતીએ સ્વયં એનું ઘડતર કર્યું હતું. જેવું એનું શ્રેષ્ઠ રૂપ હતું, તેવા જ તેનામાં શ્રેષ્ઠ સંસ્કારો અને શ્રેષ્ઠ કલાઓ આવી હતી.
ધીરે ધીરે વિલાસવતીએ તેને શ્વેતામ્બી અને તામ્રલિપ્તની વાતો પણ કરી હતી. એટલે એ જાણતો હતો કે, “મારાં દાદા-દાદી શ્વેતાંબીનાં રાજા-રાણી છે. મારા મોસાળ તાપ્રલિપ્તીમાં નાના-નાની છે. ને તેઓ પણ રાજા-રાણી છે.”
જ્યારે જ્યારે માર મારી પાસે આવતો, બેસતો... હું એને શૌર્ય અને પરાક્રમની વાતો કરતો. સાહસિક બનવાની પ્રેરણા આપતો. એનો સર્વતોમુખી વિકાસ કરવા હું પ્રયત્નશીલ રહેતો.
અવારનવાર હું અને વસુભૂતિ, વિમાનમાં બેસી, વૈતાઢચ પર્વતનાં રમણીય શિખરો પર ચાલ્યા જતાં, ફરતાં... વાતો કરતા... કુદરતના સૌન્દર્યનું પાન કરતાં... ને પાછા નગરમાં આવી જતાં.
એક દિવસની વાત છે. વસુભૂતિ સાથે હું એક શિખર પર બેઠો હતો. વસુભૂતિ મૌન હતો, ગંભીર હતો. મેં એને પૂછ્યું :
વસુ, આજે શું તારું સ્વાથ્ય અનુકૂળ નથી?' અનુકૂળ છે.”
ભાગ-૨ ( ભવ પાંચમો
g
For Private And Personal Use Only