________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“તો પછી આટલી બધી ગંભીરતા શાથી? એવા કયા ઊંડા વિચારમાં પડી ગયો છે?”
શ્વેતામ્બીના.' “શ્વેતામ્બીના?” હા, મિત્ર, માતા-પિતાની સ્મૃતિ આવી ગઈ.” “સ્વાભાવિક છે...' મિત્ર, શું તમને ક્યારેય મહારાજા... મહારાણીની સ્મૃતિ નથી આવતી?” “સ્મૃતિ આવે છે... પણ ભૂંસાઈ જાય છે...'
માતા-પિતાના ઉપકારનો બદલો વાળી શકાતો નથી, છતાં જે સુપુત્ર હોય છે એ માતા-પિતાના ઉપકારનો બદલો વાળ્યા વિના રહેતો નથી. મિત્ર, ઘણા સમયથી માતા-પિતાનાં દર્શન પણ કર્યા નથી. એમનાં સુખ-દુ:ખના સમાચાર પણ જાણ્યા નથી. તેઓએ પણ આપણી ઉન્નતિને જાણી નથી... એટલે આજે તો મને વધુ વ્યગ્ર બન્યું છે.'
મેં વસુભૂતિની વાત સાંભળી, મને ઉચિત લાગી. ક્યારેક વિલાસવતી પણ શ્વેતાંબી જોવાની ઈચ્છા વ્યક્ત કરતી હતી... તો કુમાર અજિતબલ પણ એનાં દાદાદાદીને જોવા મળવા ચાહતો હતો. મારા મનમાં હવે પિતા પ્રત્યે કોઈ અણગમો રહ્યો ન હતો. કાળના પ્રવાહમાં અણગમો તણાઈ ગયો હતો. માતા પ્રત્યે તો એનો એ જ સ્નેહ કાયમ હતો.
મને વસુભૂતિનાં માતા-પિતાનો પણ વિચાર આવ્યો... પુત્ર વિના, એ માતાપિતા કેવાં દુઃખી થઈ ગયાં હશે...? અને મેં મનોમન શ્વેતાંબી જવાનો વિચાર કરી લીધો.
એ દિવસે, મહેલમાં ગયા પછી, હું સીધો જ વિલાસવતી પાસે ગયો. અનંગસુંદરી એની પાસે હતી. હું ગયો એટલે સુંદરી ઊઠીને જવા લાગી. મેં એને રોકી. વિલાસવતીને મેં કહ્યું :
દેવી, આપણે શ્વેતાંબી જઈએ તો?' વિલાસવતી મારી સામે જોઈ રહી... કંઈ ના બોલી. મેં કહ્યું :
“આજે અમે બે મિત્રો ફરવા ગયા હતા. અમને બંનેને અમારાં માતા-પિતાની ગાઢ સ્મૃતિ આવી ગઈવસુભૂતિને એનાં માતા-પિતા અને મને મારા માતા-પિતા યાદ આવી ગયાં. કુમારને પણ એનાં દાદા-દાદી જોવાં છે. એટલે હવે આપણે શ્વેતાંબી જઈ આવીએ.” શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only