________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિલાસવતીએ કહ્યું : “શ્વેતાંબી ગયા પછી આપણે જલદી પાછાં નહીં આવી શકીએ..
“અહીંની રાજ્યવ્યવસ્થા બરાબર ગોઠવીને જઈશું. અને.... જવા પૂર્વે મહાદેવી અજિતબલાની આજ્ઞા પણ લઈશ. એ આજ્ઞા આપશે તો જ જવાનું છે, નહીંતર નહીં.”
સાચી વાત છે આપની.”
અનંગસુંદરીને પણ મારી વાત ગમી હશે.” અનંગસુંદરી શરમાઈ ગઈ. એ મારી સાથે બોલતી ન હતી. મર્યાદા પાળતી હતી. એના વતી વિલાસવતીએ કહ્યું : સુંદરીને ખૂબ ગમશે. એને સાસુ-સસરાનાં દર્શન થશે. શ્વેતાંબી જોવા મળશે.. આપણાં સ્વજનોને મળવાનું થશે...”
બીજા દિવસે હું વિદ્યાદેવી અજિતબલાની સાધનામાં બેઠો. દેવી પ્રત્યક્ષ થયા. મને પૂછ્યું : “વત્સ, મને કેમ યાદ કરી?”
હે ભગવતી, અમાને બંનેને શ્વેતાંબી જવાની ઇચ્છા થઈ છે. ઘણાં વર્ષોથી અમારાં માતા-પિતાનાં દર્શન થયાં નથી. એમને અમારાં પણ સમાચાર મળ્યા નથી. આપની આજ્ઞા હોય તો જઈ આવીએ...'
વત્સ, તમે જાઓ. તમારે કંઈક વધારે સમય ત્યાં રહેવું પડશે. અહીંની રાજ્યવ્યવસ્થા પર હું ધ્યાન આપીશ... પરંતુ તારે વ્યવસ્થા દેવત્રઋષભને સોંપવાની.”
જેવી આપની આજ્ઞા.' મહાદેવી અદૃષ્ય થઈ ગયાં. મારો ખંડ સુંગધથી ભરાઈ ગયો હતો. દેવીના આગમનની એ નિશાની હતી. મેં વિલાસવતીને વાત કરી. એ આનંદિત થઈ ગઈ. તેણે શ્વેતાંબી જવાની તૈયારીઓ આરંભી દીધી. જે જે માતા-પિતા માટે ઉપયુક્ત હોય તે તે બધું જ એણે ભેગું કરી લીધું.
મેં મંત્રીમંડળને બોલાવ્યું. શ્વેતાંબી જવાની વાત કરી. માતા-પિતા પાસે જવાનું હોવાથી, પાછા આવવામાં થોડો વિલંબ પણ થાય..' મંત્રીમંડળે મને નિશ્ચિત કરી દીધો. મહામંત્રીએ મને કહ્યું : “હે દેવ, આપની સાથે બે વિદ્યાધરો અમિતગતિ અને પવનગતિને લઈ જજ. અચાનક અહીંનું કોઈ કામ ઉપસ્થિત થાય તો આપ એમને અહીં મોકલી શકો. વિદ્યાધરોને અહીં પહોંચવામાં વિલંબ ના થાય.' મેં મંત્રીમંડળનો સત્કાર કર્યો ને તેનું વિસર્જન કર્યું.
૦ ૦ ૦ ૮૧૮
ભાગ-૨ # ભવ પાંચમો
For Private And Personal Use Only