________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવશે કે “રાણી કહેતી હતી દીક્ષા લેવાનું, અને હવે કેમ નથી લેતી?” કદાચ એમને મારા દુઃચરિત્રની ગંધ આવી જાય.... શંકા પડી જાય.... આવું મારે નથી કરવું. મારે તો એવો ઉપાય કરવો છે કે મારી અપકીર્તિ થાય નહીં. અને મારે દીક્ષા લેવી ના પડે...
વળી, રાજાએ કાલે મને વાત કરી, ને આજે મંત્રીમંડળને વાત કરી... એટલે કદાચ વહેલામાં વહેલી તકે તેઓ દીક્ષા લઈ લે તો મારેય દીક્ષા લેવી પડે... એ શક્ય નથી...
રાજકુમાર નાનો છે, મારે એના પાલન માટે, રક્ષા માટે હું હમણાં દીક્ષા ના લઉં... પછી લઈશ.” આ બહાનું પણ કામ ના લાગે.. કારણ કે મેં રાજાની સાથે જ દીક્ષા લેવાનું વચન આપ્યું છે, તો શું કરું?' - રાણી મનોમન ધૂંધવાઈ. એને એની પાપલીલા ચાલુ રાખવી હતી.... એના ચિત્તમાં મારા પ્રત્યે તીવ્ર દ્વેષ જમ્યો. તેણે ભયંકર દુઃસાહસ કરવાનો વિચાર કર્યો... રાજા દીક્ષા લે, એ પહેલાં મારે એને મારી નાખવો જોઈએ.. હા, મારી નાખું...
પછી એ દીક્ષા કેવી રીતે લેશે? એના મૃત્યુ પછી મારે દીક્ષા લેવાની વાત જ ઉપસ્થિત થતી નથી...
પરંતુ.. એક મોટું સંકટ આવશે. દુનિયા જાણે છે કે મારો અને રાજાનો અગાધ પ્રેમ છે... એમનું અકાળ મૃત્યુ થાય... તો એમની ચિતામાં મારે પણ કૂદી પડવું પડે..! છેલ્લો એ અભિનય પણ કરવો પડે... અને જો આ રીતે પતિના પાછળ મારે સતી થવાનું હોય.. તો પછી રાજાને મારવાનો શો અર્થ? મારે મરવું નથી મારે તો મારા પ્રેમી સાથે જીવનભર ભોગસંભોગ કરવો છે...
જો હું પતિની ચિતા પર ચઢી જતી નથી... તો મારો ઘોર અપયશ થાય. લોકોને મારા ચારિત્ર પર શંકા જાય... અને મહામંત્રીને મારા દુરાચરણની સહેજ પણ ગંધ આવી જાય તો એ મારો પીછો પકડી લે... અને મારો માર્ગ અવરુદ્ધ થઈ જાય.. કુબડાને શૂળી પર ચઢાવે ને મને નાક-કાન કાપી ગધેડા પર બેસાડી દેશ બહાર તગેડી મૂકે...”
એ વાસગૃહમાં આંટા-ફેરા મારતી હતી અને મેં વાસગૃહમાં પ્રવેશ કર્યો. તે જરા ક્ષોભ પામી. પરંતુ ચતુર નારીએ તરત જ સ્નેહ-સભાવની ચાદર ઓઢી લીધી. મારું પ્રેમથી સ્વાગત કરી મને પલંગ પર બેસાડીને પૂછ્યું :
સ્વામીનાથ, શું આપ બે-ચાર દિવસમાં જ ચારિત્રધર્મ સ્વીકારવાના છો?” હા..આટલો જ ઉત્તર આપીને હું સૂઈ ગયો.
:
goc
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only