________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેનાપતિ એ ઊભા થઈ, પ્રણામ કરી નિવેદન કર્યું : ‘મહારાજા, આપના હૃદયમાં વૈરાગ્ય પેદા થયો છે, એ સાચી વાત હશે, પરંતુ ક્યારેક ક્ષણિક વૈરાગ્ય પણ પ્રગટતો હોય છે. એ વૈરાગ્ય લાંબો સમય ટકતો નથી. માટે મારી નમ્ર માન્યતા એવી છે કે આપ થોડાં વર્ષો અનાસક્તભાવે સંસારમાં રહો. સંસારમાં રહીને જે કોઈ ધર્મઆરાધના આપને ક૨વી હોય તે કરો. ઉતાવળ કરીને સાધુ બની જવું, મને જરાય ઉચિત નથી લાગતું.’
રાજમહેલનો કાર્યભાર સંભાળતાં મંત્રી નંદને કહ્યું :
મહારાજા, શું આપ રાજસિંહાસન ખાલી રાખીને સાધુ બનશો? રાજકુમાર ગુણધર તો હજુ નાના છે. સગીર છે. તેઓ શું આવા મોટા રાજ્યને સંભાળી શકશે?'
‘તેનો રાજ્યાભિષેક કરીને, રાજ્યનું તંત્ર તમને મંત્રીઓને સોંપીને ચારિત્રધર્મ સ્વીકારવાનું વિચારું છું.’ મેં કહ્યું.
‘આપની આજ્ઞા અમને શિરધાર્ય રહેશે, પરંતુ અમને બધાને યોગ્ય લાગતું નથી.’
મંત્રીશ્વરો, ‘ધર્મદૂત' આવી ગયો છે માથે; અને આપણી રાજપરંપરા છે કે ‘ધર્મદૂત’ આવી ગયા પછી તરત રાજાએ રાજ્યનો ત્યાગ કરી સાધુતા સ્વીકારી લેવાની.
મહામંત્રી બોલ્યા : ‘મહારાજા, એ એક પરંપરા છે, એ વાત સાચી છે, પરંતુ શું ધર્મદૂત આવ્યા પહેલાં પણ મનુષ્યને મોત નથી આવતું? બાળમૃત્યુ, યુવામૃત્યુ નથી થયાં? અને ધર્મદૂત આવી ગયા પછી પણ અનેક વર્ષો સુધી મનુષ્ય નથી જીવતા? જીવે છે... તો આપ ઉતાવળ ના કરો, હજુ વૃદ્ધાવસ્થા આવી નથી. યૌવનકાળ પ્રવર્તે છે... કુળદેવતાઓને, ક્ષેત્રદેવતાઓને પ્રાર્થના કરીએ કે આપ દીર્ઘાયુ બનો...'
‘મહામંત્રી, મનુષ્યનું જેટલું આયુષ્ય હોય છે, એટલું જ જીવી શકે છે. કોઈ દેવ એનું આયુષ્ય વધારી શકતો નથી કે ઘટાડી શકતો નથી.’
‘મહારાજા, અમે અમારો અભિપ્રાય જણાવ્યો છે. આપ વિચારજો અને યોગ્ય નિર્ણય કરજો.’
મંત્રણા પૂરી થઈ. મંત્રીમંડળને જવાની અનુમતિ આપી હું મારા મહેલમાં ગયો. લગભગ એક પ્રહર અમારી મંત્રણા ચાલી હતી. નયનાલવીએ અનુમાન કરી લીધું હતું કે ‘આજે રાજાએ જરૂ૨ મંત્રીમંડળની આગળ ચારિત્ર લેવાની વાત મૂકી હશે...'
નયનાવલીએ વિચાર્યુ : રાજા દીક્ષા લેશે... હું નહીં લઉં... આમેય મારે ક્યાં દીક્ષા લેવી છે? હું મારા એ પ્રેમી વિના જીવી ના શકું... પરંતુ રાજાની સાથે જો હું દીક્ષા નહીં લઉં તો દુનિયામાં મારી નિંદા થશે. રાજાને પણ મેં ચોક્કસ રીતે કહ્યું છે કે ‘હું પણ આપની સાથે જ દીક્ષા લઈશ...' અને જો નહીં લઉં તો તેમને પણ વિચાર
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
909