________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રત્યે ઘોર નફરત ભરેલી હતી... પરંતુ મન પર સંયમ રાખી... મેં મારા ભાવ અને જાણવા ના દીધા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભાત થઈ ગયું હતું. હું પ્રાભાતિક કાર્યોમાં પ્રવૃત્ત થયો. રાણી એનાં કાર્યોમાં પ્રવૃત્ત થઈ.
મેં વિચાર કર્યો : ‘આજે રાજસભામાં, ચારિત્રધર્મ ગ્રહણ કરવાની મારી ભાવના, મંત્રીમંડળને જણાવી દઉં. પછી માતાને પણ જણાવીશ. જોકે મારી માતા મને દીક્ષા લેવાની અનુમતિ નહીં આપે. મારે એને મનાવવી પડશે. ગમે તે રીતે એની અનુમતિ લેવી પડશે. કારણ કે હવે હું આ ગૃહવાસમાં ક્ષણ વાર પણ રહેવા ચાહતો નથી. મારું મન સર્વથા વિરક્ત બની ગયું છે... કોઈનાય ઉપર મારું મમત્વ રહ્યું નથી. મમત્વ એકમાત્ર નયનાવલી ઉપર રહ્યું હતું તે પણ રાત્રે તૂટી ગયું. સર્વથા વેરણછેરણ થઈ ગયું...’
આમ વિચારીને હું રાજસભામાં ગયો. રાજસભાનાં આવશ્યક કાર્યો પતાવ્યાં. મેં મહામંત્રી વિમલમતિને કહ્યું :
‘મંત્રીમંડળ સાથે મારે અગત્યની મંત્રણા કરવી છે... માટે આપણે મંત્રણાગૃહમાં જઈએ.'
અમે મંત્રણાગૃહમાં ગયા.
મંત્રણાનો પ્રારંભ કરતા મેં કહ્યું : ‘બે દિવસથી મારું મન સંસાર પ્રત્યે વિરક્ત બન્યું છે. મને મનમાં એમ થયા કરે છે કે મારું જીવન થોડું છે. મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે... તો હું શીઘ્રાતિશીઘ્ર ચરિત્રધર્મ અંગીકાર કરી, આત્મહિત સાધી લઉં. કારણ કે આ મનુષ્યજીવનમાં જ આત્મકલ્યાણની સાધના કરી શકાય છે.’
મંત્રીમંડળ મારી વાત સાંભળીને ચોંકી ઊઠ્યું, તેમને કલ્પના જ ન હતી કે હું સાધુ બનવાનું આ જીવનમાં વિચારીશ. કારણ કે હું વૈયિક સુખોમાં સદૈવ લીન
રહેતો હતો. નયનાવલી ઉપરનો મારો અતિ સ્નેહ સર્વવિદિત હતો.
909
મહામંત્રીએ ઊભા થઈને વિનયથી કહ્યું : ‘મહારાજા, સાધુધર્મ ગ્રહણ કરવા જેવો છે, એમાં બેમત નથી. સાધુધર્મ જ જીવનનું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ. પરંતુ આપના માટે હજુ વાર છે. અત્યારે તો પ્રજાની રક્ષા કરવાનો ધર્મ મોટો છે. આપ જાણો છો કે આપણા રાજ્યની આસપાસના રાજાઓ ટાંપીને બેઠા છે. જ્યાં આપણે નબળા પડ્યા... કે તેઓ આક્રમણ કરી દેવાના. એ તો આપના અદ્વિતીય પરાક્રમને જાણે છે રાજાઓ, આપણી શૂરવીર સેનાનો તેમને ભય છે, એટલે તેઓ શાન્ત બેઠા છે. જો જાહેર થઈ જાય કે આપ સાધુ થઈ જવાના છો... તો તેઓ નાચવા માંડશે... ને સેના સાથે ચઢી આવશે. માટે આપ હમણાં થોડાં વર્ષો થોભી જાઓ... પછી ચારિત્રધર્મ સ્વીકારવાનો જ છે.'
ભાગ-૨ ૪ ભવ ચોથો
For Private And Personal Use Only