________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં તલવાર મ્યાન કરી.
તરત જ હું વાસગૃહમાં પાછો ફર્યો.
નયનાવલી ઉપ૨નો મારો પ્રગાઢ રાગ... સાવ ઓસરી ગયો. તીવ્ર મોહનું આવરણ છેદાઈ ગયું... પરંતુ એ વખતે પારાવાર ગ્લાનિથી મારું મન ભરાઈ ગયું હતું. રાણી પ્રત્યે ઘોર તિરસ્કાર જાગી ગયો હતો.
‘મારા જેવો રૂપવાન, તેજસ્વી... પ્રતિભાવાન અને સશક્ત પતિ હોવા છતાં... અને મારા જેવો જ પુત્ર આપવાં છતાં... આ રાણીને કૂબડો ગમ્યો? કૂબડા સાથે સંભોગ? આ તે એની કેવી કામવાસના? શું મારાથી એની વાસના નહીં સંતોષાતી હોય? એવી દાવાનળ જેવી કામાગ્નિ પ્રગટી હશે એનામાં? કેટલાય દિવસોથી એ કૂબડા પાસે જતી હશે?
વાસનાપરવશ સ્ત્રી ખરેખર, જ્ઞાની પુરુષોના કહ્યા મુજબ વિષવેલડી જ છે. વિશ્વાસધાતી છે... પ્રાણધાતી છે... મેં નયનાવલીને આવી નહોતી ધારી... કલ્પના પણ ના આવી શકે. એ રીતે એણે મારી સાથે કપટ કર્યું... નાટક કર્યું... માત્ર પ્રેમનો અભિનય કર્યો, સમર્પણની જૂઠી વાતો કરી... અરે, કાલે તો ચારિત્ર લેવા સુધીની વાતો કરી... હું કેવો ભોળવાઈ ગયો? એની મીઠી-મીઠી વાતોમાં ફસાઈ ગયો... આ ઝેરી નાગણ મને ડંખ દે, એ પહેલાં મારે ચારિત્ર લઈ લેવું જોઈએ. આ કરપીણ સ્ત્રી... શું ના કરે?’
હું વિચારતો જતો હતો, વચ્ચે વચ્ચે મેં જોયેલું દૃશ્ય કલ્પનામાં આવીને મને ઉશ્કેરી જતું હતું. ‘ના, ના, આવી સ્ત્રીને મારી નાખવી જ જોઈએ... જીવતી રખાય જ નહીં. પેલા કૂબડાને પણ... ટુકડે ટુકડા કરી પશુઓને ખાવા નાખી દેવા જોઈએ...’ અથવા તો આ બંનેનાં નાક-કાન કાપી. આખા શરીરે કાળી મેશ ચોપડી... કાળા ગધેડા પર બેસાડી... દેશપાર તગેડી મૂકવાં જોઈએ...
પરંતુ આમ કરવા જતાં રાજકુમાર ગુણધર ઉપર ખોટી અસર પડશે. પોતાની માતાનું દુઃચારિત્ર જાણીને તેનું મન ગ્લાનિથી ભરાઈ જશે. લઘુતાગ્રંથીથી પીડાતો થઈ જશે... માટે આવું કંઈ કરવું નથી.. એટલું જ નહીં, એને મારે જરાય ગંધ આવવા દેવી નથી કે એનું દુઃચરિત્ર મેં નજરે જોયું છે. નહીંતર આ વિફરશે... વિફરેલી વાધણ મોટો અનર્થ કરશે... ને મારા ચારિત્ર માર્ગમાં અંતરાય કરશે. હવે મારે કોઈનોય વિશ્વાસ કર્યા વિના, શીઘ્રતયા ચારિત્રધર્મ સ્વીકારી લેવો જોઈએ.’
રાત્રિનો ત્રીજો પ્રહર પૂરો થયો, છતાં રાણી ના આવી... ચોથો પ્રહર પસાર થવા લાગ્યો... એકાદ ઘટિકા શેષ હશે, ત્યારે તે આવી અને મારી પાસે સૂઈ ગઈ. મેં પણ ઊંઘવાનો ડોળ કર્યો હતો. એના આવ્યા પછી મેં પડખું ફેરવ્યું... એણે મારા મુખ પર હાથ ફે૨વીને સ્નેહ બતાવવા માંડ્યો... મેં પણ એ જ રીતે નાટક કર્યું. હૃદયમાં એના
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
gu