________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નીચે ઊતરી, એની દષ્ટિ મારા તરફ હતી. પાછલા પગે તે દ્વાર પાસે ગઈ, જરાય અવાજ ના થાય એ રીતે દ્વાર ખોલી... ઝડપથી બહાર નીકળી ગઈ... દ્વાર ખુલ્લું જ રહ્યું હતું.
હું તરત જ ઊઠયો. ‘અત્યારે રાણી ક્યાં ગઈ? શા માટે ગઈ?’ મારા મનમાં જિજ્ઞાસા પ્રગટી, હું પણ ધીમા પગલે, એને ખબર ના પડે, એ રીતે બહાર નીકળ્યો. વાસગૃહનાં પાંચ પગથિયાં ઊતરીને, હું જમણી તરફના ખૂણા તરફ વળ્યો. એ બાજુ અંધારું હતું. હું અંધારામાં ઊભો રહી ગયો. નયનાવલી ત્યાંથી બે પગથિયાં ઊતરીને મુખ્ય દ્વાર પાસે પહોંચી. ત્યાં દ્વારની બે બાજુ અશોકવૃક્ષ હતાં. અશોકવૃક્ષની નીચે માટીના કલાત્મક ચોતરા હતા. ડાબી બાજુના ચોતરા પર વાસગૃહનો ચોકીદા૨ બેઠો હતો... નયનાવલી એની સામે જઈને ઊભી.
મેં વિચાર કર્યો : ‘અત્યારે... આ સમયે રાણીને ચોકીદારનું શું કામ પડયું હશે? શું કોઈ અગત્યનું કામ બાકી રહી ગયું હશે? તેને તે કામ યાદ આવ્યું હશે? અત્યારે એ કામ બતાવવા માટે ગઈ હશે ચોકીદાર પાસે?’
ત્યાં ચોકીદારનો ધીમો છતાં તીણો અવાજ સંભળાયો : ‘આજે કેમ મોડી આવી?’ મેં વિચાર્યું : આ કૂબડો ચોકીદાર ‘આજે’ કેમ બોલે છે? શું રોજ રાણી એની પાસે જતી હશે? અથવા, ક્યારેય નહીં ને આજે રાત્રિના સમયે રાણીને આવેલી જોઈને પૂછ્યું હશે? વળી, એ રાણીને બહુમાનથી બોલાવવાના બદલે તુચ્છકારથી કેમ બોલાવે છે? ખેર, રાણીનો ઉત્તર સાંભળું :
નયનાવલીએ કહ્યું : ‘આજે રાજાનું સ્વાસ્થ્ય બરાબર ન હોવાથી તેઓ મોડા સૂઈ ગયા, તેથી આવવામાં વિલંબ થયો.......
આ ઉત્તર સાંભળતાં... હું સ્તબ્ધ થઈ ગયો. ‘આ શું? રાણી રોજ કૂબડા ચોકીદાર પાસે રાત્રે જાય છે?’ મારું માથું ભમવા લાગ્યું... મારી દૃષ્ટિ એ બે તરફ જ હતી...
ક્ષણ વારમાં જ એ કૂબડાએ રાણીનો સુંવાળો ચોટલો પકડ્યો... તેને પોતાની છાતી સાથે ચાંપી... પછી બે હાથે તેને ઉપાડીને જમીન પર સુવાડી દીધી... બંને કામાંધ બન્યાં... અનંગક્રીડા કરવા લાગ્યાં... પછી સંભોગ...
ચન્દ્રના પ્રકાશમાં એ બંનેની પાપ-લીલા સ્પષ્ટ દેખાતી હતી. મારા મનમાં એ બંને પ્રત્યે પ્રચડ ક્રોધ ફાટી નીકળ્યો. તલવાર મારી પાસે હતી જ, મ્યાનમાંથી તલવાર બહાર કાઢી - ‘આ બંને પાપીઓને મારી નાખું... ગરદનથી માથાં જુદા કરી નાખું...’ એમ વિચારીને, દાંત ભીંસીને... મેં એક પગલું ભર્યું... ત્યાં મારા મનમાં બીજો વિચાર આવી ગયો... 'આ કૂબડો ચોકીદાર કૂતરા જેવો છે... અને આ રાણી... શીલભ્રષ્ટ થયેલી, મરેલી જ છે... મરેલીને શું મારવી? કૂતરાને શું મારવો? આ તલવારથી મેં યુદ્ધમાં મોટા મોટા યોદ્ધાઓને હણ્યા છે... હાથી અને ઘોડાઓને હણ્યા છે... એ તલવારથી આ તુચ્છ... પાપીને કેવી રીતે મારું?’
908
ભાગ-૨ * ભવ ચોથો
For Private And Personal Use Only