________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Ꮽ
પ્રેમ, સ્નેહ અને સમર્પણની મારી ભ્રમણાની ભેખડ તૂટી પડી હતી. મારું મન હળવું ફૂલ જેવું બની ગયું હતું. જેમ રાણી પ્રત્યે રાગ નહોતો રહ્યો, તેવી રીતે એના પ્રત્યે દ્વેષ પણ નહોતો રહ્યો. કારણ કે મેં સમ્યગદર્શનના જ્ઞાનપ્રકાશમાં સંસારના નગ્ન સ્વરૂપનું ચિંતન કરી મારા મનનું સમાધાન કરી લીધું હતું.
મને ગાઢ નિદ્રા આવી ગઈ. મનમાં નહોતી રહી શંકા, નહોતી રહી જિજ્ઞાસા... કે નહોતાં રહ્યાં રાગ-દ્વેષનાં દ્વન્દ્વ! રાત્રિના છેલ્લા પ્રહરમાં હું અર્ધજાગ્રત અવસ્થામાં હતો, ત્યારે મને એક સ્વપ્ન આવ્યું :
હું શ્વેત સંગેમરમરના રાજમહેલમાં સાતમા માળે સ્વર્ણ-સિંહાસન પર બેઠો છું. ત્યાં માતા યશોધરા મારા તરફ આક્રોશ કરતી, અપ્રિય વચન બોલતી આવે છે... મારા બે હાથ પકડી... મને સિંહાસન પરથી જમીન પર પછાડી દે છે... હું ગબડતો ગબડતો... છઠ્ઠા, પાંચમા, ચોથા... અને ઠેઠ નીચે ભોંયતળિયે પટકાઉં છું. મારી પાછળ મારી માતા યશોધરા પણ ગબડે છે... તે પણ ઠેઠ નીચે ભોંયતળિયે ગબડતી ગબડતી આવે છે. અમે બંને લોહીલુહાણ થઈ ગયા છીએ... છતાં ગમે તેમ કરીને હું ઊભો થાઉં છું... ને મેરુપર્વત ઉપર ચઢવા લાગું છું... ધીરે ધીરે હું મેરુપર્વતના શિખર પર પહોંચી જાઉં છું...
સ્વપ્ન જોઈને હું જાગી ગયો. સ્વપ્ન યાદ કરી લીધું. મેં વિચાર્યું : ‘સ્વપ્નનો પ્રારંભ અશુભ છે, અંત શુભ છે, પ્રારંભ ભયંકર છે, પરિણામ સુંદર છે. સમજાતો નથી સ્વપ્નનો અર્થ. આ સ્વપ્નથી શું સૂચિત થતું હશે? ખેર, જે થવું હોય તે થાઓ, મેં સંયમધર્મ સ્વીકા૨વાનો નિર્ણય કર્યો જ છે. મારે નથી કરવો શોક કે નથી કરવો હર્ષ!’ મેં શેષ રાત્રિ ધર્મધ્યાનમાં પસાર કરી. પ્રભાત થયું. મેં મારાં પ્રાભાતિક કાર્યો કર્યાં. નિવૃત્ત થઈ હું રાજસભામાં જઈને બેઠો. રાજસભાના કાર્યનો પ્રારંભ થાય, એ પૂર્વે મારી માતા યશોધરા અનેક વૃદ્ધાઓ સાથે રાજસભામાં આવી. હું સિંહાસન પરથી ઊભો થયો, એનાં ચરણોમાં પ્રણામ કર્યા. માતાએ મારી કુશળતા પૂછી.
માતા, ઉજ્જવલ વસ્ત્રથી સુશોભિત મહાપીઠિકા ઉપર બેસી. હું સિંહાસન પર બેઠો. રાજસભાનું કાર્ય શરૂ થયું. મહામંત્રી રાજસભાનું સંચાલન કરી રહ્યા હતા. હું મારા વિચારોમાં ખોવાયેલો હતો.
‘માતા, સ્વયં આજે અહીં આવી છે, બહુ સારું થયું. અહીં જ હું એમને મારા સ્વપ્નની વાત કરું, કારણ કે આ સ્વપ્ન સાથે માતા જોડાયેલી છે. જોકે હું એને દીક્ષા લેવાની મારી ઇચ્છા અત્યારે નહીં જણાવું. નહીંતર એ મારા માર્ગમાં અંતરાય ઊભો
શ્રી સમરાદિત્ય મહાકા
90€
For Private And Personal Use Only