________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરશે... પરંતુ જણાવ્યા વિના ચાલવાનું નથી. આજે નહીં તો કાલે...' હું આમ વિચારતો હતો, ત્યાં જ મને ઉપાય જડી ગયો. ‘હું માતાને આ સ્વપ્ન સાથે જ દીક્ષાની વાત કહી દઉં! પછી માતા આ સ્વપ્ન અંગે શું પ્રત્યાઘાત આપે છે, એની ખબર પડશે.”
મેં રાજસભામાં જ માતાને સ્વપ્ન કહી સંભળાવવાનો નિર્ણય કર્યો. રાજસભાનું કાર્ય પૂર્ણ થયા પછી મેં માતાને કહ્યું :
માતાજી, રાત્રિના છેલ્લા પ્રહરમાં જ્યારે હું અલ્પ નિદ્રામાં હતો, ત્યારે મને એક સ્વપ્ન આવ્યું. તે સ્વપ્નનો પ્રારંભ અશુભ છે. પરંતુ પરિણામ શુભ છે!’ મેં સ્વપ્ન કહી સંભળાવ્યું :
‘માતાજી, મેં ગુણધરકુમારનો રાજ્યાભિષેક કર્યો. ત્યાર પછી મારા મસ્તકે મુંડન કરાવ્યું. સંસારવાસનો, ગૃહવાસનો ત્યાગ કરી હું શ્રમણ થયો... હું રાજમહેલના સાતમા માળે બેઠો હતો... ત્યાંથી નીચે પટકાયો...' બસ, ભયભીત થઈને હું જાગી ગયો...' મેં સ્વપ્નની વિગત જ બદલી નાખી.
અશુભ સ્વપ્ન સાંભળીને મારી માત ધ્રૂજી ઊઠી. એના કપાળે કરચલીઓ પડી ગઈ. એની આખોમાં ભય તરી આવ્યો. તે ઊભી થઈ ગઈ, જમીન પર પગ પછાડી યૂ... યૂ... ઘૂ કરીને બોલી : ‘વત્સ, તારા અમંગલનો નાશ થાઓ, તું દીર્ઘકાળપર્યંત જીવતો રહે.'
માતા ધર્મશાસ્ત્રોની જ્ઞાતા હતી, પરંતુ તે વૈદિક પરંપરાને માનતી હતી. સ્વપ્નનો ફલાદેશ જાણતી હતી. અશુભ સ્વપ્નોના નિવારણના ઉપાયો પણ જાણતી હતી.
માતાએ કહ્યું : ‘વત્સ, આ અશુભ સ્વપ્નનું નિવારણ કરવું પડશે. ભલે તું રાજકુમારનો રાજ્યાભિષેક કર, પછી સાધુવેષ પહેરી થોડો સમય ઘરમાં રહે.'
મેં કહ્યું : ‘ભલે, જેવી માતાજીની આજ્ઞા.’
માતા બોલી : ‘પરંતુ એ પહેલાં તારે અશુભનું નિવારણ કરવા વેદોક્ત વિધિ મુજબ જળચર, ખેચર કે સ્થલચર જીવોનું કુળદેવતાને બલિદાન આપવું પડશે. પશુઓનાં રક્તથી કુળદેવતાનું અર્ચન કરવું પડશે, શાંતિકર્મ કરવું પડશે...’
માતાની વાત સાંભળી મેં મારા બંને કાનમાં આગળી નાંખી અપ્રીતિ જાહેર કરી. હું બોલી ઊઠ્યો : ‘માતાજી, શું જીવવધ કરવાથી શાન્તિકર્મ થાય ખરું? બીજા જીવોને અશાન્તિ આપવાથી શાન્તિ મળે ખરી?' મારી માતા મૌન રહી, એટલે મેં મારી વાત આગળ ચલાવી.
માતાજી, ધર્મનું લક્ષણ હિંસા નથી, અહિંસા છે. જે મનુષ્યને પોતાને મૃત્યુનો ભય લાગતો હોય, તે મનુષ્ય બીજા જીવોને મારવાનો વિચાર પણ ના કરી શકે. જે મનુષ્યો બીજા જીવોને મારવાનો વિચાર કરે છે, મારવાની પ્રેરણા આપે છે, ને મારવાની ક્રિયા કરે છે, તેઓ અસંખ્ય ભવો સુધી ક્રૂર... ભયાનક મૃત્યુ પામે છે.
ga
ભાગ-૨ * ભવ ચોથો
For Private And Personal Use Only